રાજકોટ : જેતપુર-જૂનાગઢ હાઇવે પર હોટલના પાછળના ભાગે દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી તેમાં અન્ય વસ્તુ ભેળસેળ કરતા હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી છ શખ્સોને દૂધના ટેન્કર સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં દૂધમાં ભેળસેળ કરતા છ શખ્સો ઝડપાયા (ETV Bharat Reporter) સફેદ દૂધનો કાળો કારોબાર :રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન PSI ડી.જી. બડવા તેમજ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવાને સંયુક્ત એક બાતમી મળી હતી. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે માહી ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.
ભેળસેળ કરતા છ શખ્સો ઝડપાયા :પોલીસ સ્ટાફે બાતમીના સ્થળ પર દરોડા પાડતા હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા, જસાભાઈ ગોવિંદભાઈ કલોતરા, અર્જુનભાઈ રમેશભાઈ ભારાઈ, બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા, રાજુ ગુલાબભાઈ યાદવ, ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી મળી આવ્યા હતા. પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી હતી. વધુ એક આરોપી બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડીયાતર ઝડપવાનો બાકી છે.
24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત :આ દૂધમાં શું ભેળસેળ કરવામાં આવી છે, તેની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી યોગ્ય પરીક્ષણ કરી આગળની તપાસ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ PSI ડી.જી. બડવા ચલાવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે સ્થળ પરથી બે ટેન્કર જેની કિંમત 18 લાખ, દૂધ લિટર 29,005, બોલેરો પીકપ ગાડી જેની કિંમત રૂપિયા 5 લાખ, મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 1 લાખ સહિત કુલ મળી કિંમત રૂપિયા 24,43,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
- તંત્રની ચકાસ્યા વગરની કામગીરી, ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફાયરની પુરતી સુવિધાઓ છતાં નોટિસ
- સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની વધુ એક લંપટ લીલા, યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યાનો ઘટસ્ફોટ