ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો ધન્યતા અનુભવે છે (Etv Bharat Gujarat) રાજકોટ:પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ એવા મહાદેવ શિવજીને પ્રિય માસ હોય છે. આ શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આવી જ રીતે રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર કે જે મંદિરની લોક વાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણીક મંદિર છે.
મહાદેવની શિવલિંગને કુદરત જ કુદરતી રીતે જળાભિષેક કરે છે (Etv Bharat Gujarat) મંદિરમાં બારે માસ અવિરત પણે જળ ટપકે:આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરત પણે જળ ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે. જ્યાં બારેમાસ લોકો આ શંકરના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે.
ટપકેશ્વર મહાદેવને થાય છે કુદરતી જળાભિષેક (Etv Bharat Gujarat) ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા:પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા જ પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહીનાની શરૂઆત થઈ છે ત્યારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આ ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલ ઓસમ પર્વત પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે.
ટપકેશ્વર મહાદેવને થાય છે કુદરતી જળાભિષેક (Etv Bharat Gujarat) શિવલિંગ પર પાણી પડતું હોવાના કારણે તેનું નામ ટપકેશ્વર મહાદેવ:ટપકેશ્વર મહાદેવ મંદિર ઓસમ ડુંગરના પહાડોમાં સ્થિત છે. આ ટપકેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે, મંદિરમાં વિરાજમાન શિવલિંગ પર કુદરતી રીતે દરેક સમયે જળાભિષેક થાય છે. ઓસમ ડુંગરની વનસ્પતિના મૂળમાંથી જળસ્ત્રાવો પહાડોને ચીરીને શિવલિંગ પર થતું રહે છે. આ શિવલિંગ પર પાણી પડતું હોવાના કારણે તેનું નામ ટપકેશ્વર મહાદેવ પડી ગયું છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરો આ મહાદેવના દર્શન (Etv Bharat Gujarat) ઐતિહાસિક મંદિર સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે:પાટણવાવ ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક મંદિર છે. ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસ જોડાયેલ છે. જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે. હાલ અહીં આવતા ભાવી ભક્તો દ્વારા ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે. જેમાં પાટણવાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવી ભક્તો તેમજ આ વિસ્તારના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.
મહાદેવની શિવલિંગને કુદરત જ કુદરતી રીતે જળાભિષેક કરે છે (Etv Bharat Gujarat) - કચ્છની ઐતિહાસિક ધરોહર વર્ણવતી 140 વર્ષ જૂની "માધાવાવ", જાણો કલાત્મક બાંધકામની શું છે વિશેષતા - historical heritage of Kutch
- પ્રકાશભાઇ ઢોકળાવાળાએ 25 વર્ષથી ગાંધીનગરવાસીઓને લગાવ્યો ઢોકળા અને સુરતી ખમણનો સ્વાદ - Famous dhokla maker of Gandhinagar