ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો હવે સસ્તા અનાજની દુકાનદારો કરશે હડતાળ, જાણો કેમ ? - Strike of cheap grain traders

રાજ્યમાં વધુ એકવાર સસ્તા અનાજની દુકાનદારોને હડતાળના રસ્તે જઈ રહ્યા છે. 2022 માં જાન્યુઆરી-મે મહિના સુધી થયેલા GR અમલીકરણ ન થતાં દુકાનદારો નારાજ છે. STRIKE OF CHEAP GRAIN TRADERS

સસ્તા અનાજની દુકાનદારો કરશે હડતાલ
સસ્તા અનાજની દુકાનદારો કરશે હડતાલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 6:21 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોએ સરકાર સામે બાંય ચડાવી છે. તેમણે કમિશન વધારવા માટે ગાંધીનગર સચિવાલયમાં રજુઆત કરી છે. દુકાનદારોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી છે.

સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર: રાજ્યમાં વધુ એકવાર સસ્તા અનાજની દુકાનદારોને હડતાળના રસ્તે જઈ રહ્યા છે. 2022 માં જાન્યુઆરી-મે મહિના સુધી થયેલા GR અમલીકરણ ન થતાં દુકાનદારો નારાજ છે. સરકારે વર્ષ 2022 માં 300 કાર્ડ ધારક દુકાનદારને માસિક રૂ. 20 હજાર કમિશનર GR કર્યો હતો. સરકારે જાહેરાત કર્યા બાદ પણ GR નો આજ દિન સુધી અમલ કર્યો નથી. GR નો અમલ ન થતાં સસ્તા અનાજની દુકાનચાલકોમાં નારાજગી ફેલાઇ છે.

સસ્તા અનાજની દુકાનદારો કરશે હડતાલ (Etv Bharat Gujarat)

GR ના અમલીકરણ માટે દુકાનદારોની રજૂઆત: GR ના અમલીકરણ માટે સસ્તા અનાજ દુકાનદારોએ રજુઆત કરી હતી. જેમાં 300 રેશનકાર્ડની લિમિટ કાઢવાની રજૂઆત કરી બાદ વધુ એક GR થયો હતો. રજૂઆત બાદ થયેલ GR માં 97 ટકા દુકાનદારો ફિંગર પ્રિન્ટ હશે તેને કમિશન મળશે. બન્ને GR બાદ પણ સસ્તા અનાજ દુકાનદારો કમિશનર અંગે વધુ એક રજૂઆત કરી છે. રજૂઆત બાદ ઉકેલ નહી આવે તો સસ્તા અનાજ દુકાનદારો આંદોલન ચીમકી આપી છે.

આ પણ વાંચો:

  1. એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય, ગીર આસપાસનો વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર - PROTECT ASIATIC LIONS
  2. ધોરાજીમાં ફોરેસ્ટ વિભાગે વૃક્ષ છેદન કરતા 2 આરોપીને ઝડપ્યા, મુદ્દામાલ કબ્જે કરાયો - Red of the Forest Department

ABOUT THE AUTHOR

...view details