ગુજરાત

gujarat

ETV Bharat / state

નાનકડી ભૂલ અને છીનવાઈ ગઈ યુવકની જિંદગી, CCTVમાં કેદ થઈ યુવકના મોતની ઘટના - SHOCKING CCTV FOOTAGE

નજર હટી દૂર્ઘટના ઘટી, આવું જ કંઈક થયું જામનગરના એક યુવક સાથે અને એક નાની સરખી ભૂલમાં તેની જિંદગી છીનવાઈ ગઈ.

CCTVમાં કેદ થઈ યુવકના મોતની ઘટના
CCTVમાં કેદ થઈ યુવકના મોતની ઘટના (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 6:54 PM IST

જામનગર:દરેડના કારખાનામાં બોલેરોમાં માલસમાન ભરતી વેળાએ એક કરૂણાતિકા સર્જાઈ હતી અને યુવકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાંમાં યુવકના મોતની દર્દનાક ઘટના કેદ થઈ છે.

યુવકના મોતની ઘટના CCTVમાં કેદ: વીડિયોમાં જોઈ શકાય છે કે, બોલેરો સ્ટાર્ટ કરીને ડ્રાઈવર યુવક કોઈ કામ સબબ ફરી નીચે ઉતરવા જાય જાય. છે જોકે, ગાડી ગીયરમા હોવાના લીધે અચાનક આંચકો લાગતા તેનો એક પગ બોલેરા બહાર અને એક પગ અંદર હોવાના લીધે નીચે પટકાઈ છે. જેના કારણે વાહનનુ પતરુ મરણજનારના ગુપ્ત ભાગે લાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જામનગરના દરેડમાં યુવકના મોતની ઘટના CCTVમાં કેદ (Etv Bharat Gujarat)

ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર યુવકનું નામ બ્રિજેશ ભરવાડ હતું અને તે ટેનિસનો ખેલાડી હતો. યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

  1. સુરતમાં સાયકલ ચાલક પર કાળમુખી ટ્રકના ટાયર ફરી વળ્યા, વિચલીત કરતા CCTV ફૂટેજ જુઓ
  2. પોલીસ ભરતીની તૈયારી કરતો યુવક રનીંગ કરતી વખતે ઢળી પડ્યો, CCTVમાં કેદ થયું મોત - Shocking cctv video

ABOUT THE AUTHOR

...view details