બનાસકાંઠા :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવીન પાર્ટી માટે પાલનપુરમાં બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ નવીન પાર્ટીના કાર્યકરો જોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આગામી ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શક્યતા છે.
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાને ઉતરી :પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થઈ છે, જેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મુખીયા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ (ETV Bharat Gujarat) બનાસકાંઠા જિલ્લા પ્રમુખની નિયુક્તિ :પાલનપુર પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે. અહીં ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (ETV Bharat Gujarat) "ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ" : શંકરસિંહ વાઘેલા
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ વિવાદિત નિવેદન કર્યું કે, ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ, કારણ કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય. ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિધાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જંગ જામશે : નવનિયુક્ત બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાને કહ્યું કે, પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ અને પાર્ટી મજબૂત બને તે દિશામાં પ્રયાસ કરીશ. લોકોને હવે જે વિકલ્પ જોઈતો હતો, તે વિકલ્પ હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરીકે મળ્યો છે. આ તકે કાર્યકરો સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ રિદ્ધિરાજસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
- બનાસ બેંકની ચૂંટણી: ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ: ગેનીબેનના ગઢમાં ગાબડું!