ગુજરાત

gujarat

ETV Bharat / state

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાને જામનગર આવેલા શંકરાચાર્યએ અધમ કૃત્ય ગણાવ્યું, કહ્યું... - HINDU TEMPLE ATTACK CANADA

જામનગરમાં આવેલા શંકરાચાર્યએ કેનેડામાં થયેલા હિન્દુ મંદિર અને હિન્દુઓ પરના હુમલાની ઘટનાની નિંદા કરી હતી. Hindu Temple attack Canada

કેનેડામાં થયેલા હિન્દુ મંદિર પરના હુમલાની શંકરાચાર્યએ કરી નિંદા
કેનેડામાં થયેલા હિન્દુ મંદિર પરના હુમલાની શંકરાચાર્યએ કરી નિંદા (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2024, 4:07 PM IST

જામનગર:કેનેડામાં થયેલા હિન્દુ મંદિર પરના હુમલાને વખોળી કાઢતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આ હુમલા અંગે વાત કરી હતી. તેમણે ખાસ કેટલીક બાબતો પર કહ્યું હતું કે, મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે?, મંદિર પર હુમલો કરી કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો વિકાશ ન થાય.

કેનેડામાં થયેલા હિન્દુ મંદિર પરના હુમલાની શંકરાચાર્યએ કરી નિંદા (ETV BHARAT GUJARAT)

"કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ નથી આપતો, આ તેઓની અજ્ઞાનતા છે. હુમલાથી કોઈની આસ્થા અને શ્રદ્ધા ન તૂટી શકે, માત્ર પથ્થર તોડવાથી કોઈની આસ્થા ન તૂટી શકે. હું હુમલાખોરોની સખ્ત નીંદા કરું છું." સંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં મહિલા સંગઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્ય મીડિયા સમક્ષ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાનું નિંદા કરી છે.

તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશોમાં અધર્મીઓ દ્વારા હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તોડફોડની ઘટનાઓ અવારનવાર બને છે. આવી ઘટનાઓ બનતી અટકે તે માટે પ્રયાસો કરવા જોઈએ. નાસ્તિકો અવારનવાર હિન્દુઓને ટાર્ગેટ કરે છે અને મંદિરોમાં હુમલા કરે છે. કેનેડામાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા છે.

  1. 'દરેક પ્રાઈવેટ પ્રોપર્ટી એ પબ્લિક રિસોર્સ છે...', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
  2. સુપ્રીમ કોર્ટે UP મદરસા બોર્ડ એક્ટ 2004 ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું, હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો

ABOUT THE AUTHOR

...view details