ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં વાલીઓએ એવું તે શું કર્યુ કે, સ્કૂલવાન ચાલક એસોસિએશને હડતાળ સમેટવી પડી - School vandrivers strike called off - SCHOOL VANDRIVERS STRIKE CALLED OFF

રાજ્યભરમાં સ્કૂલવાન ચાલક એસોસિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી. જેને પરિણામે વાલીઓ તેમજ વિધ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડી હતી અંતે વાલીઓએ સ્કૂલવાનની જગ્યાએ બાળકોને બસમાં મોકલવાનું શરૂ કર્યું. પરિણામે વાહન ચાલકોની રોજીરોટીના પ્રશ્નો ઊભા થતાં હડતાળ બંધ કરવામાં આવી હતી. કઈ માંગ માટે કરવામાં આવી હતી આ હડતાળ જાણવા માટે વાંચો આ અહેવાલ. School van drivers' strike called off

રાજકોટમાં વાહનચાલકોને રોજી રોટીના પ્રશ્નોને પરિણામે હડતાળ સમેટી લેવી પડી
રાજકોટમાં વાહનચાલકોને રોજી રોટીના પ્રશ્નોને પરિણામે હડતાળ સમેટી લેવી પડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 10:54 AM IST

  1. રાજકોટ:સ્કૂલવાન ચાલક એસોસિએશન દ્વારા અમુક માંગો પૂર્ણ ન થવાના પગલે હડતાળ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે સ્કૂલવાન ચાલક એસોસિએશનની આ હડતાળ સમેટી લેવામાં આવી છે. સ્કૂલવાન ચાલક એસોસિએશને આઅ મુદ્દે જણાવતા કહ્યું કે, વાલીઓ દ્વારા સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઇ જવાનું શરૂ કરવામાં આવ્યું છે જેને પરિણામે અમારા સ્કૂલવાન ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે. જેથી અમે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવાનું શરૂ કરીએ છીએ. જો કે, RTO તંત્રના વ્યવહારુંને બદલે કડક નિર્ણય સામે અમારો વિરોધ યથાવત છે.

RTOના કડક નિયમ પાલન સામે હડતાલ થઈ હતી: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્કુલવાન ચાલકોએ RTO કડક નિયમ પાલન સામે હડતાલ શરુ કરવામાં આવી હતી. RTOના આઅ નિયમ અનુસાર, સ્કૂલવાનમાં CNG કીટ ઉપર બાંકડા હોય તો ટેક્સી પાસિંગ કરાવી આપવામાં આવતું નથી. જ્યારે રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં આ પ્રકારનો કોઈ નિયમ નથી. ઉપરાંત રાજકોટ RTO કચેરી દ્વારા તમને સ્કૂલવાનમાં CNG કીટ ઊપર બાંકડા મૂકવાની મંજૂરી આપવામા આવે તો જ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. આમ આઅ નિયમો સામે આવતા શાળાઓ શરૂ કરવા માટે શરતી મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. આઅ પ્રકારની તમામ પ્રક્રિયા માટે સમય જશે તેથી એસોસિએશન દ્વારા સ્કૂલ વાનચાલકોને 3 માસની મુદ્દત આપવાની માંગ કરવામાં આવી હતી.

ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે:પરંતુ તંત્ર હાલ કડક વલણ રાખવાના પગલે ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ જેવી બીજી કોઈ ઘટના ન બને જેથી રાજકોટના સ્કૂલવાન ચાલક એસોસિએશનના બહાદુરસિંહ ગોહિલે હડતાળ સમેટી લીધાનું એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઇ જવાનું શરૂ કરવામાં આવતા અમારા સ્કૂલવાન ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે. જેથી આમે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવાનું શરૂ કરી છીએ." તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "પરંતુ RTO તંત્રના વ્યવહારુંને બદલે કડક નિર્ણય સામે અમારો વિરોધ યથાવત રહેશે."

  1. સ્કૂલ વાન સંચાલકોએ આકસ્મિક હડતાલ કરી દેતા, વાલીઓની મુશ્કેલીમાં વધારો - School van drivers strike in Valsad
  2. રાજકોટમાં 3000 જેટલા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા, વિદ્યાર્થીઓ-વાલીઓને હાલાકી - School van and rickshaw strike

ABOUT THE AUTHOR

...view details