અમદાવાદ: ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડમાં કેન્દ્ર સરકારની યોજનાના નામે સરકાર દ્વારા પ્રજાના પૈસાની જણાવવામાં આવી રહી છે તે વિશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે, 'ગુજરાતમાં ભાજપનો ભયમુક્ત ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી સિસ્ટમને પ્રજાના પૈસા લૂંટવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. PGVCLની અંદર તાજેતરમાં કેન્દ્ર સરકારની એક યોજનાના નામે લૂંટનો ધંધો ચાલી રહ્યો છે.'
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, 'ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડના ચારે ઝોન એટલે કે PGVCL, MGVCL, UGVCL અને DGVCL આ ચારે કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે.'
તાજેતરમાં સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સ્કીમ RDSS ના નામે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે તેમાં 400% અને 500% ના ભાવે આપવામાં આવ્યા છે. પહેલા જે કામ કોન્ટ્રાક્ટર 830 રૂપિયામાં કરતા હતા તે હવે આ નવી યોજના પ્રમાણે 3,864 રૂપિયા પ્રતિ વીજકોલ ઊભો કરવાનું તેમને કામ સોંપવામાં આવેલ છે. ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCL માં કેન્દ્ર સરકારની યોજનાના RDSS યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યાની વિગતો મળી રહી છે જેમાં RDSS યોજના હેઠળ 1 લાખ કરોડ જેટલા રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.