સૌરાષ્ટ્ર રેલવે વિભાગે શરૂ કરી ડિજિટલ પેમેન્ટની સુવિધા (ETV Bharat Gujarat) રાજકોટ: સૌરાષ્ટ્રમાં આવતા બે રેલવે ડિવિઝન એટલે કે રાજકોટ રેલવે ડિવિઝન અને ભાવનગર રેલવે ડિવિઝનમાં જનરલ ટિકિટ તેમજ રિઝર્વેશન ટિકિટ બુકિંગ કરાવતા મુસાફરોને રોકડ રકમની ઝંઝટમાંથી મુક્તિ મળે અને ડિજિટલ પેમેન્ટની વિશેષ સુવિધા મળે તે માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા અંતર્ગતની કામગીરીમાં રોકડ રકમને બદલે હવે મુસાફરો ડિજિટલ પેમેન્ટથી એટલે કે QR કોડ સ્કેન કરી જનરલ તેમજ રિઝર્વેશન ટિકિટનું ચૂકવણું કરી શકશે.
ટિકિટ કાઉન્ટર (ETV Bharat Gujarat) ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવે ઝોનમાં આવેલ ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.
રેલવે વિભાગે શરૂ કરી ડિજિટલ પેમેન્ટની સુવિધા (ETV Bharat Gujarat) ભાવનગર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેશલેસ ટ્રાન્ઝેક્શનની દિશામાં આગળ વધીને ભાવનગર અને રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે.
રેલવે વિભાગે શરૂ કરી ડિજિટલ પેમેન્ટની સુવિધા (ETV Bharat Gujarat) રેલવેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે એક QR કોડના ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં આ નવી પહેલ હેઠળ રેલ ટિકિટ માટે QR કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવલ તેમજ રાજકોટ રેલવે ડીવિઝનના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રેલવે વિભાગે શરૂ કરી ડિજિટલ પેમેન્ટની સુવિધા (ETV Bharat Gujarat) QR કોડથી ટિકિટ બુકિંગ: રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આ પ્રકારની ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી ભાવનગર અને રાજકોટ ડિવિઝન દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે. આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે. ભાવનગર અને રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે QR કોડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
- "પલક ઝબકતા છૂ" દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન, 130 kmph પૂરપાટ ઝડપે દોડી - Vande Bharat train
- પશ્ચિમ રેલવેના કમાણી કરતા સ્ટેશનમાં સુરત સ્ટેશન અવ્વલ, ટોપ-10માં ઉધના સ્ટેશન - Indian Railway