રાજકોટ :બે દિવસ પહેલા ચંદીગઢ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર 23 ક્રિકેટ ટીમના 5 પ્લેયરની કિટમાંથી દારૂ અને બિયરની બોટલ ઝડપાઈ હતી. એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને થતા સંચાલકો દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. જોકે, સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના પ્લેયર દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
SCA Player Liquor case : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓનો દારૂકાંડ, સમગ્ર મામલે SCA સેક્રેટરીની પ્રતિક્રિયા - ચંદીગઢ એરપોર્ટ
તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટ પરથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓના સામાનમાંથી દારુની બોટલો મળી આવી હતી. ત્યારે આ મામલે હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે. જુઓ સમગ્ર મામલે હિમાંશુ શાહે શું કહ્યું...
Published : Jan 29, 2024, 2:38 PM IST
|Updated : Jan 29, 2024, 4:51 PM IST
SCA સેક્રેટરીની પ્રતિક્રિયા :સમગ્ર ઘટના અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચંદીગઢ એરપોર્ટ પર જે બનાવ બન્યો તેની જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને થઈ છે. આ પ્રકારના બનાવ અનઇચ્છનીય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની કમિટી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટનામાં સૌરાષ્ટ્રના પાંચ ખેલાડીઓના નામ હાલ સામે આવ્યા છે. જેમાં પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાશ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલાનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે હવે કમિટી ઘટનાની તપાસ કર્યા બાદ ક્રિકેટરો વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરી શકે છે.
શું હતો મામલો ?ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના ક્રિકેટ ખેલાડીઓ ચંદીગઢથી રાજકોટ આવવા માટે રવાના થયા હતા. ખેલાડીઓની કીટ સહિતનો સામાન ઈન્ડિગોના કાર્ગોમાં રવાના થયો ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા આ સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલી કિટમાંથી 27 દારૂની બોટલ અને બે પેટી બિયર મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગ દ્વારા સમગ્ર મામલાની જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કરવામાં આવી હતી. હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલામાં સંડોવાયેલા ખેલાડીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.