નર્મદા: ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે, અને સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 134.59 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 2,95972 ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીની આવક થતાં નર્મદા ડેમ 87 ટકા ભરાયો છે. હવે નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર 4 મીટર દૂર છે. હાલમાં ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ગુજરાતની જીવાદોરી છલોછલ, સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, 87 ટકા ભરાયો નર્મદા ડેમ - Sardar Sarovar dam
જેના માટે કહેવાય છે નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે, અને જે ગુજરાતની જીવાદોરી ગણાય છે તે નર્મદા ડેમ એટલે સરદાર સરોવર ડેમ 85 ટકા ભરાઈ ગયો છે અને ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. Sardar Sarovar dam
સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા (Etv Bharat Gujarat)
Published : Aug 11, 2024, 8:24 AM IST
|Updated : Aug 11, 2024, 9:52 AM IST
સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે, સવારે 6 કલાકે આ સીઝનમાં પ્રથમ વાર 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને ગેટ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Last Updated : Aug 11, 2024, 9:52 AM IST