ગાંધીનગર: ગુજરાત હંમેશા નવા વિચારોને આવકારે છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ આ વાત સાચી ઠરે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સૂર્ય ઊર્જામાં પણ અગ્રેસર છે. રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2019માં 5મી ઓગસ્ટે ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રૂફટોપ સોલાર સિસ્ટમના પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. જેમાં 3 કિલો વોટ સુધીની સિસ્ટમ માટે 40 ટકા અને 3 કિલો વોટથી 10 કિલો વોટ વચ્ચેની સિસ્ટમ માટે 20 ટકા સબસિડી આપવામાં આવે છે.
ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે "આજે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્ય સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં અગ્રેસર છે." ત્યારે રાજ્ય સરકારની આ યોજનાનો લાભ લીધેલા વ્યક્તિ પાસેથી જાણીએ તેમના અનુભવો.