ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો - Run for Vote program

અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો.જેમાં 2500થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા.

Run for Vote
Run for Vote (Run for Vote)

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 6:17 PM IST

અમદાવાદ: લોકસભા ઈલેક્શન 2024 અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર અમદાવાદ શહેર અને જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો (etv bharat gujrat)

કોણ કોણ ઉપસ્થિતિ રહ્યું હતું:આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે ના હસ્તે 'રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે સંયુક્ત CEO પી.ડી. પલસાણા અને એ.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ઔડાના CEO ડી.પી. દેસાઈ, આરએમસી રવીન્દ્ર ખટાલે, ડે. મ્યુનિ. કમિશનર આઈ.કે. પટેલ તથા રમેશ મેરજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી.

  • અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી 'રન ફોર વોટ' કાર્યક્રમમાં ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર સી.એમ.ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબહેન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક મેઘા તેવાર, જિલ્લા અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

'મતદાન જાગૃતિ' અભિયાનનો નારો બુલંદ કર્યો:રિવરફ્રન્ટ ખાતે આયોજિત 'રન ફોર વોટ'માં અંદાજિત 2500થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને 'મતદાન જાગૃતિ' અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. સાબરમતી ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ 'રન ફોર વોટ' સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલબ્રિજ પરત ફરી હતી.

7મી મેએ મંગળવારના રોજ મતદાન:લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તા. 7મી મેએ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

  1. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો કરશે મતદાન, કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ સજ્જ - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details