ગુજરાત

gujarat

ETV Bharat / state

RTOના ધરમ ધક્કા બંધ થશે, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબર્ટ ટેસ્ટ ડ્રાઈવ લેશે - AI based Video analytic technology - AI BASED VIDEO ANALYTIC TECHNOLOGY

ગુજરાત રાજ્યની દરેક RTO કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વીડિયો એનાલિટિક એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બેઝ ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બેઝ આ સિસ્ટમનો ઉપયોગ કરવાથી આરટીઓની કામગીરી સરળ અને ઝડપી બનશે. AI based Video analytic technology

AI દ્વારા ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે
AI દ્વારા ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 9:25 AM IST

ગાંધીનગર:રાજયના પાટનગર ગાંધીનગરખાતે આવેલી ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતેથી પ્રાપ્ત વિગત અનુસાર, આરટીઓ કચેરીમાં હાલમાં પેસ્ટ ડ્રાઇવ માટે સેન્સરના થાંભલા છે. એઆઈ બેઝ નવી પદ્ધતિમાં સેન્સર દૂર કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ કૌશલ્ય ચકાસવા માટે ટેસ્ટ ટ્રેક પર ચાર ફોરવીલર અને એક ટુ વિલરના મળીને કુલ 17 કેમેરા લગાડવામાં આવશે. આ 17 કેમેરા દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનું રીયલ ટાઇમ વીડીયો કેપ્ચર કરીને સરવરમાં પ્રોસેસ કરશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ સાચી દિશામાં આવી રહ્યો છે કે દિશાની બહાર જઈ રહ્યો છે? તે કેટલી વાર રિવર્સ અને ફોરવર્ડ કરે છે? કેટલી વાર ઉભો રહે છે? સ્ટાન્ડર્ડ ડાયરેક્શનને ફોલો કરે છે કે નહીં તે તમામ વિગતની ચકાસણી એ.આઈ કરશે. સમગ્ર પ્રક્રિયા કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર ઓટોમેટિક સિસ્ટમ દ્વારા થશે.

AI દ્વારા ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે (ETV bharat Gujarat)

ઓટોમેટીક પોઇન્ટ સીસ્ટમ દ્વારા પરિણામ મળશે: એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટ સીસ્ટમ હેઠળ કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ઉમેદવાર ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થયો કે નાપાસ થયો તે જાણી શકાશે. ઉમેદવારને પોઇન્ટ બે જ પરિણામ આપવામાં આવશે. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન પ્રત્યેક પેરામીટના ચોક્કસ પોઇન્ટ છે. જૂની સિસ્ટમ અનુસાર બે થાંભલાને ટચ થાય તો ચાલે પરંતુ હવે નવી સિસ્ટમમાં ટાઈમ રિવર્સ ફોરવર્ડ ટ્રેક પર કેટલા ટાઈમ ચાલક ઉભો રહે છે. ચાલક ટ્રેક પર નિયમોનું પાલન કરે છે કે નહીં તેનું મોનિટર એઆઈ દ્વારા કરવામાં આવશે. રાજ્યની તમામ 37 આરટીઓ માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

આરટીઓના ધરમ ધક્કા બંધ થશે: હાલમાં ટેસ્ટ ટ્રેક સિસ્ટમ જૂની છે, જૂનું સોફ્ટવેર હોવાથી અપડેટ માં તકલીફો પડે છે તેને કારણે અનેક વાર ટેસ્ટ ડ્રાઈવ મોકૂફ રાખવી પડે છે. લાઇસન્સ લેવા આવતા ઉમેદવારોએ આરટીઓ કચેરીના ધર્મ ધક્કા ખાવા પડે છે. પરંતુ એ.આઈ સોફ્ટવેર અપડેટ થતા બ્રેક ડાઉન ઓછું થશે અને ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનશે. આ સિસ્ટમ ઓનલાઇન અને ઓફલાઈન બંને મોડ પર ચાલશે. સર્વર બંધ થાય તો પણ ટેસ્ટીંગ ડ્રાય પ્રક્રિયા શરૂ રહેશે તેથી અરજદારે ધક્કા ખાવા નહીં પડે. આગામી 9 થી 10 માસમાં રાજ્યના દરેક આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બેઝ ટેસ્ટ ડ્રાઈવ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

રિવર્સ મુવમેન્ટ જોઈ શકાશે: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સની સમસ્યાને લઈને વારંવાર ટેક્નોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હોય તેવું બન્યું હતું. જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળકારક નહીં રહેતા હવે વીડિયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી, પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે. જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે. જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર 17 કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મુવમેન્ટ પણ જોઈ શકાશે.

વારે વારે ડાઉન થતાં સર્વરની સમસ્યા દૂર થશે: આરટીઓમાં વાહન ટેસ્ટ આપવા આવતાં લોકોને સર્વરમાં ખામીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ‘ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજી’ઉપયોગમાં લેવાય છે. પરંતુ હવે ‘વીડિયો એનાલિટિક ટેકનોલોજી’ ઉપયોગમાં લેવાશે. હાલમાં લોકોને ટેકનોલોજીમાં ખામીને કારણે નાપાસ કરાય છે. ગ્રાઉન્ડ સેન્સર્સ બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ રહેતી હોય છે, ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતાં નાપાસ ગણી ફરી ટેસ્ટ આપવા બોલાવાય છે. હાલમાં જે ટેકનોલોજી છે તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે. રિવર્સ ડાયરેક્શન ડિટેક્ટ થતું નથી, પરંતુ હવે નવી ટેકનોલોજીમાં વ્હિકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશે.

ચૂંટણી આચારસંહિતાને કારણે ટેન્ડરની પ્રક્રિયા અટકી: આ નવી એઆઈ ટેકનોલોજી માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ રાજ્યમાં ચૂંટણીની આચાર સંહિતાના કારણે આ કામગીરી થઈ શકી ન હતી. ચૂંટણીની આચાર સહિતા પૂરી થતાને સાથે રાજ્યની તમામ આરટીઓ કચેરી માટે વર્ક ઓર્ડર આપી દેવાશે અને ટૂંક સમયમાં જ આ નવી ટેકનોલોજી સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ કરાશે.

  1. ડાયરેક્ટર જનરલ શિપિંગે આંતરાષ્ટ્રીય નાવિકોના પરિવારોને લખ્યો પત્ર, જાણો કઈ અપીલ કરાઈ ? - Director General Shipping Letter
  2. હવેથી રેલવે ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાનું થશે બંધ, જનરલ ટિકિટના બુકિંગ માટે UTS મોબાઈલ એપ તૈયાર - UTS mobile app for ticket booking

ABOUT THE AUTHOR

...view details