ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના પૂર્વ રાજવી પરિવારની રુપાલાના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા, ભાજપને લઈને પણ કહ્યું જાણો - Rupala Statement Controversy - RUPALA STATEMENT CONTROVERSY

પૂર્વ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણીને પગલે પોતાનો આકરો મત વ્યક્ત કર્યો છે. ભાજપમાં રહેલા રાજપુતો વિશે પણ પોતાનો સ્પષ્ટ મત રાજપૂત સમાજના યુવાનોના મત દ્વારા જણાવ્યો હતો. જો કે રૂપાલા ક્યારેક પણ સામે આવે તો પોતાનું વલણ શું હશે તે પણ તેમને દર્શાવ્યું છે.

ભાવનગરના પૂર્વ રાજવી પરિવારની રુપાલાના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા,  ભાજપને લઈને પણ કહ્યું જાણો
ભાવનગરના પૂર્વ રાજવી પરિવારની રુપાલાના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા, ભાજપને લઈને પણ કહ્યું જાણો

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 8:16 AM IST

આકરો મત વ્યક્ત કર્યો

ભાવનગર : પરશોત્તમ રુપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી દિવસે દિવસે ભાજપ માટે ભારે પડી રહી છે. પૂર્વ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજીએ સમાજ માટે મેદાનમાં આવ્યા છે. યુવરાજ જયવીરરાજસિંહજી દ્વારા સમાજ વિશે થયેલી ટિપ્પણીને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે અને સમાધાન માટે થયેલ જયરાજસિંહની ગોંડલ બેઠકને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો. જો કે રોટી અને બેટીનો આકરો જવાબ આપ્યો હતો.

રુપાલાના નિવેદનને વખોડ્યું : રાજકોટમાં પરશોત્તમ રુપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીના પગલે વિવાદ એટલી હદે વકરી ગયો છે કે ભાવનગરનું પૂર્વ રજવાડું પણ હવે મેદાનમાં આવી ગયું છે. પૂર્વ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજીએ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના મંત્રી પરશોત્તમ રુપાલાએ કરેલી રોટી અને બેટી ઉપરની ટિપ્પણીને લઈને સખત શબ્દોમાં વખોડીને પોતાનો રોષ ઠાલવ્યો છે. ભાવનગર નિલમબાગ પેલેસ ખાતે જયવીરરાજસિંહજીએ પોતાની વાત અને પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો.

હું એટલું જ કહીશ કે રુપાલા જેવા અનુભવી નેતા રાજકીય વ્યક્તિ સિનિયર સીટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દો વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. સ્વાભાવિક છે આખા સમાજમાં નહીં અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના. હું એટલું જ કહીશ તમામ નગરજનો સાથે અગાઉ પણ કીધું છે. આપના ઘરે પહેલા બેટી સુરક્ષિત એટલે હતી અને જમવા રોટી એટલે હતી કે રાજપૂત મહારાજાઓ પોતાના બલિદાન આપતાં હતાં...જયવીરરાજસિંહજી રાઓલ ( યુવરાજ,પૂર્વ ભાવનગર સ્ટેટ)

જયરાજસિંહની ગોંડલ બેઠકને લઈ શું બોલ્યાં :જયવીરરાજસિંહજીએ આ વિશે કહ્યું કે હા લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા વડીલ કહેવાય. હું તેમના વિશે નેગેટીવ નહી કહું. કારણ કે યુવાનોમાં જ્યાં સુધી મને ખ્યાલ છે મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે. મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપુત નથી રહ્યાં, ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂતએ ખોટી વાત છે. દેશના તમામ સમાજ માટે સમાજ પહેલા હોવો જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ. પક્ષ અંદર આપ જે પણ નિર્ણયો કરો એ હક છે. પણ જ્યારે વાત સમાજમાં આવે સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ.

ભવિષ્યમાં મળવાનું થાય તો "જય માતાજી" થી આગળ નહીં :પરશોત્તમ રુપાલા રાજકોટથી ચૂંટણી લડવાના છે. મને ખ્યાલ છે ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ના મળે એમાં મને રસ નથી. એવા વ્યક્તિ અનુભવી વ્યક્તિ મારે એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે તો હું પણ મારા જીવનમાં શું કરી શકું. એમને વધારે નજીક નો રહેવાનું ઠીક છે પણ જેમ મેં કીધું આવા શબ્દો આવ્યા છે. તો એમને કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવાની.

  1. પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર - Gandhinagar Kshtriya Samaj
  2. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની બે વાર ફરી માફી માંગી પણ વિરોધ યથાવત, કરણી સેનાના વડા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું - Rupala Controversial Statement

ABOUT THE AUTHOR

...view details