ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટામાં રૂપિયા 12 લાખની લૂંટના આરોપીઓને સીધા જેલહવાલે કરતી કોર્ટ, રિમાન્ડ ફગાવ્યાં - Upleta Court - UPLETA COURT

રાજકોટના ઉપલેટાના કોલકી રોડ પર હુમલો કરી 12 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. ઉપલેટામાં રૂપિયા 12 લાખની લૂંટને અંજામ આપનાર બન્ને વ્યક્તિઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ ચાર દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે લૂંટના આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે અને ઝડપાયેલા બન્ને આરોપીઓને જેલહવાલે કરી દીધા છે.

ઉપલેટામાં રૂપિયા 12 લાખની લૂંટના આરોપીઓને સીધા જેલહવાલે કરતી કોર્ટ, રિમાન્ડ ફગાવ્યાં
ઉપલેટામાં રૂપિયા 12 લાખની લૂંટના આરોપીઓને સીધા જેલહવાલે કરતી કોર્ટ, રિમાન્ડ ફગાવ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 8:58 AM IST

12 લાખની લૂંટનો મામલો

રાજકોટ : ઉપલેટામાં 30 માર્ચના રોજ કોલકી રોડ પર દિન દહાડે જાહેર રસ્તા પર કોલકી ગામના એક આઘેડ પર હુમલો કરી રૂપિયા 12 લાખની રકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં આ બનાવની અંદર પોલીસે લૂંટ અંજામ આપનાર બે વ્યક્તિઓને સ્થાનિક ગ્રામજનોના સહકારથી ઝડપી લીધા હતા. જે બાદ ભોગ બનનાર વ્યક્તિની બનાવના દિવસે જ ઉપલેટા પોલીસ મથકમાં બે અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉપલેટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં :ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું હતું અને અટકાયત કરી બંને વ્યક્તિઓને સોમવાર તા. 01 એપ્રિલના રોજ ઉપલેટાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં ઉપલેટા પોલીસે દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. પરંતુ આ બનાવની અંદર ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા ઝડપાયેલ બન્ને વ્યક્તિઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે જેથી હાલ ઝડપાયેલા લૂંટના આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.

ઉપલેટામાં રૂપિયા 12 લાખની લૂંટ : આ બનાવમાં ભોગ બનનાર અને ફરિયાદી એવા પ્રફુલભાઈ મગનભાઈ સાવલિયા ઉપલેટા માર્કેટિંગ ખાતેથી ₹12,00,000 ની રોકડ રકમ લઈ તેમના મિત્ર બીપીનભાઈ અમૃતિયા સાથે મોટરસાયકલ લઈ કોલકી ગામ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉપલેટા કોલકી રોડ પર દેસાઈ ઇન્ડસ્ટ્રીઝથી આગળ પહોંચતા મોટરસાયકલ પર બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાછળથી આવ્યા અને તેમની પાસે રહેલ રોકડ રકમની થેલી આંચકીને મોટરસાયકલને ધક્કો મારી નાસી રહ્યા હતા જે બાદ મોટરસાયકલ કાબુ કરી તેઓએ બુમાબૂમ કરી પૈસા આંચકી લેનાર વ્યક્તિની પાછળ પીછો કર્યો હતો. ભાગી રહેલ વ્યક્તિઓ કોલકી ગામ પહેલા આવતા ખાખીજાળીયા રોડના પુલની દિવાલ સાથે લૂંટ કરી જનારા વ્યક્તિઓનું મોટરસાયકલ અથડાયું હતું અને ત્યાં પડ્યા હતા જે બાદ ફરિયાદી પર પુનઃ હુમલો કરી લૂંટને અંજામ આપનાર બંને વ્યક્તિઓ પૈસાની થેલી લઈ દોડીને નાસી છૂટ્યા હતા જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લૂંટના આરોપીઓ શોધવા ડ્રોન કેમેરાની મદદ લેવાઇ : ઉપલેટાના કોલકી રોડ પર બનેલા આ બનાવ બાદ પોલીસને જાણ થતા ઉપલેટા ભાયાવદર તેમજ આસપાસના વિસ્તારની પોલીસ દોડી આવી હતી અને જિલ્લા પોલીસ વડા પણ રાજકોટ ખાતેથી દોડી આવ્યા હતા ત્યારે આ બનાવમાં લૂંટને અંજામ આપનાર વ્યક્તિઓ મોટરસાયકલ મૂકી દોડીને નાસી ગયા હોવાની માહિતી મળતા પોલીસે દ્વારા ડ્રોન કેમેરાની મદદથી લૂંટારાઓને શોધખોળ કરવા માટેની તજવીજ હાથ કરી હતી.

લોકોએ ઝડપી લીધાં લૂંટારા : આ બનાવમાં મારામારી થતા ફરિયાદી અને ભોગ બનનાર પ્રફુલભાઈ સાવલિયાને ઇજા પહોંચતા તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ લૂંટની ઘટના બન્યા બાદ શોધખોળની અંદર સ્થાનિક ગામજનો અને આસપાસના લોકો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે લૂંટારાઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી લૂંટની કુલ રોકડ રકમ તેમજ એક મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા જ્યાં પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓનો અને આગેવાનોનો કાફલો એકઠો થઈ ગયો હતો.

ઉપલેટા પોલીસે અટકાયત કરી : પોલીસે દ્વારા લૂંટને અંજામ આપનાર વ્યક્તિઓને પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા તે બાદ ભોગ બનનારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ બનાવની અંદર ઉપલેટા પોલીસે દ્વારા બે અજાણ્યા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને બંને સામે I.P.C. કલમ 394, 323 અને 114 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.લૂંટની ઘટનાને અંજામ આપનાર બન્ને વ્યક્તિઓની ઉપલેટા પોલીસે અટકાયત કરી હતી.

બે આરોપીઓ જેલહવાલે : જેમાં પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર પોલીસે ઉપલેટાના ઝમઝમ એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય અસ્લમ ઉર્ફે સમીર રસીદ ઉર્ફે બચુ લંબા તેમજ નગીના સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ફિરોજ રફીક હાલાની અટકાયત કરી હોવાનું જાહેર કર્યું હતું. અટકાયત કરેલા વ્યક્તિઓને ઉપલેટાને ઉપલેટા પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં રજૂ કર્યા બાદ ઉપલેટા પોલીસે દ્વારા ઝડપાયેલા બન્ને વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી ત્યારે રિમાન્ડની માંગણીમાં ઉપલેટાની નામદાર કોર્ટ દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે જેથી હાલ ઝડપાયેલા આ બંને વ્યક્તિઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઉપલેટા નામદાર કોર્ટમાં આરોપી તરફે એડવોકેટ બાબુલ જુણેજા, એડવોકેટ નિમિત્ત પાનસરા તેમજ એડવોકેટ પીન્ટુ મેઘાણી હતાં.

  1. Court Judgement: નવજાતને તરછોડવાના કિસ્સામાં માતા-પિતાને બે વર્ષની સજા સાથે 5 હજારનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
  2. Gandhidham Robbery : ચકચારી કેશવાન લૂંટ કેસના આરોપી ઝડપાયા, લૂંટારુઓએ ઘડ્યો હતો માસ્ટર પ્લાન

ABOUT THE AUTHOR

...view details