ગુજરાત

gujarat

ETV Bharat / state

ખોટા દાગીના પહેરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો જાણો ખોટા દાગીનાએ કેવું કરાવ્યું કૃત્ય - ROBBERY AND MURDER

ઉના શહેરમાં એક આધેડ વયના પુરુષની લૂંટના ઈરાદે હત્યા કરાઈ. જેમાં આરોપીએ લૂંટેલ દાગીનો નકલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી કરી હતી.

ખોટા દાગીના પહેરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો જાણો ખોટા દાગીનાએ કેવું કરાવ્યું કૃત્ય
ખોટા દાગીના પહેરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો જાણો ખોટા દાગીનાએ કેવું કરાવ્યું કૃત્ય (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2025, 7:31 AM IST

Updated : Jan 26, 2025, 7:50 AM IST

જુનાગઢ: જો તમે ખોટા દાગીના પહેરવાનો શોખ ધરાવતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના બનશે. ગત તા. 23 જાન્યુઆરીની મધ્યરાત્રિએ ઉના શહેરમાં એક આઘેડ વયના પુરુષની પથ્થરથી માથુ છૂંદીને નિર્મમ હત્યા કરવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. આ બનાવને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને તપાસ દરમિયાન હત્યાના મૂળમાં લૂંટ હતી. તે પણ નકલી દાગીના મેળવવાની લ્હાયમાં એક વ્યક્તિ ગુનેગાર બન્યો અને અન્ય મૃતક વ્યક્તિએ પોતાનો જીવ આપીને નકલી દાગીની કિંમત ચૂકવવી પડી હતી.

લૂંટના ઈરાદે આધેડની હત્યા: 23 જાન્યુઆરી ગુરુવારની રાત્રે ઉના શહેરમાં એક આધેડ વયના વ્યક્તિની ખૂબ જ નિર્દયી રીતે પથ્થરના ઘા મારીને માથું છુંદીને હત્યા કરવાનો ગુનો ઉના પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસ સ્ટોન કિલરના પ્રહારથી ખળભળી ઊઠી હતી અને તાબડતોબ LCB અને SOG સહિત જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો બનાવીને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. 2 દિવસની તપાસને અંતે પોલીસે પથ્થરથી માથું છૂંદીને નિર્મમ રીતે જીતુભાઈ સોલંકીને મોતને ઘાટ ઉતારનાર ઉનાના નવાઝ અઝીમની અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યાનું કારણ જાણીને જિલ્લાની પોલીસ પણ ચોકી ઉઠી હતી. હત્યાના મૂળમાં લૂંટ ચલાવ્યા, બાદ આરોપીએ મૃતકના માથાના ભાગે પથ્થરથી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારબાદ દાગીના લૂંટીને આરોપી નવાઝ અઝીમ ફરાર થઈ ગયો હતો.

ઉનામાં લૂંટના ઈરાદે આરોપીએ આધેડની માથું છૂંદીને હત્યા કરી (ETV BHARAT GUJARAT)

23 જાન્યુઆરીએ શુું બન્યું ?: ઉના શહેરમાં મૃતક જીતુભાઈ સોલંકી ચાની કીટલી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચાની કીટલીની સામે જ એક ખાનગી જગ્યા પર આરોપી નવાઝ અઝીમ ખાનગી નોકરી કરી રહ્યો હતો. હત્યાનો ભોગ બનનાર અને હત્યા કરનાર બંને દિવસ દરમિયાન એક મેકની સામેથી અનેક વખત પસાર થયા હતા. હત્યારા નવાઝ અઝીમે 23 જાન્યુઆરી ગુરુવારની રાત્રે જ્યારે ભોગ બનનાર જીતુભાઈ સોલંકી ચાની કીટલી બંધ કરીને તેના ઘરે પરત ફરી રહ્યા હતા. એવા સમયે અંધારાનો લાભ લઈને હત્યારા નવાઝ અઝીમે મોટા પથ્થર વડે જીતુભાઈ સોલંકીનું માથું ખૂબ જ નિર્દય રીતે છૂંદીને હત્યા કરીને તેના ગળામાં રહેલી સોનાની માળા લઈને નાસી ગયો હતો.

CCTV અને સોર્સના માધ્યમથી ગુનો ઉકેલાયો: જીતુભાઈ સોલંકીની હત્યા નિપજાવ્યા બાદ હત્યારો નવાઝ અઝીમ સોનાની માળા લઈને ઉનાના જ્વેલર્સને ત્યાં વેચવા માટે ગયો હતો. પરંતુ જ્વેલર્સે સોનાની માળાનું બિલ માંગતા આરોપી નવાઝ અઝીમની દાળ સોની પાસે ન ગળતા તે માળા લઈને પરત આવ્યો હતો. આ સમય દરમિયાન શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા અને અન્ય ખાનગી બાતમીદારોની પુખ્ત બાતમીને આધારે આ હત્યા નવાઝ અઝીમે નિપજાવી હોવાનું ફલિત થતા પોલીસે તેની અટકાયત કરી હતી.

મૃતકના પુત્રે મામલામાં પૂર્યા પ્રાણ: સમગ્ર મામલામાં મૃતક જીતુભાઈ સોલંકીનો પુત્ર આશિક સોલંકીની ફરિયાદને આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી, પરંતુ હત્યાના મૂળમાં રહેલ સોનાની માળા અસલી નહીં, પરંતુ નકલી હોવાની વિગતો પણ સામે આવી હતી. જે માળા માટે જીતુભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી હતી. તે માળા નકલી હોવાનો ખુલાસો મૃતકના પુત્ર આશિક સોલંકી દ્વારા કરવામાં આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. હાલ તો પોલીસે હત્યાના આરોપસર આરોપી નવાજ અઝીમની અટકાયત કરી છે અને સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિની મદદગારી કે હત્યાના ગુનામાં સામેલગીરી છે કે નહીં, તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીના આપઘાત કેસમાં નવો વળાંક, પીડિત મહિલા સામે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી
  2. લીલી નાઘેર પંથકની ઓળખ છે આ પાન, જાણો ક્યાં થાય છે ઉપયોગ ? અને કેવી રીતે થાય છે ખેતી ?
Last Updated : Jan 26, 2025, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details