ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી આવાસમાં 461 હિંદુઓ વચ્ચે એક મુસ્લિમ મહિલાને ઘર ફાળવાતા વિવાદ, કહ્યું નહીં રહેવા દઈએ... - Protest against Muslim women

વડોદરામાં મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવામાં આવતાં ભારે હિન્દુ પરિવારોએ વિરોધ નોંધાવ્યો છે. 44 વર્ષની મુસ્લિમ મહિલાને 2017 માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ મળ્યો હતો. હવે ત્યાંનાં સ્થાનિક નાગરિકો તેમનો વિરોધ કરી રહ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો જાણો વિસ્તારથી.. Protest against Muslim women in vadodara

સરકારી આવાસમાં મુસ્લિમ મહિલાને ઘર ફાળવાતા વિવાદ
સરકારી આવાસમાં મુસ્લિમ મહિલાને ઘર ફાળવાતા વિવાદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 7:10 AM IST

સરકારી આવાસમાં મુસ્લિમ મહિલાને ઘર ફાળવાતા વિવાદ (Etv Bharat Gujarat)

વડોદરા:હરણી વિસ્તારમાં આવેલી મોટનાથ રેસીડેન્સીમાં 462 ફ્લેટ છે. જેમાં એક મુસ્લિમ મહિલાને પણ ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા રહેવાસીઓનો દાવો છે કે, અહીં અશાંત ધારાના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં, આ કાયદા હેઠળ, 'અશાંત વિસ્તારમાં' કોઈપણ મિલકતની લેવડ-દેવડ પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. અલગ-અલગ ધર્મના લોકો વચ્ચે મિલકતની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ છે. જો આવી કોઈ ખરીદી કે વેચાણ થાય છે તો સ્થાનિક લોકો પાસેથી NOC લેવાની રહેશે. રહેવાસીઓનું કહેવું છે કે, અધિકારીઓ ભ્રષ્ટ છે અને કાયદાનો અમલ કરતા નથી.

મોટનાથ રેસીડેન્સીમાં રહેતા હિન્દુઓએ કર્યો વિરોધ (Etv Bharat Gujarat)

સ્થાનિકોનો રોષ: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ હરણી વિસ્તારની 462 ફ્લેટ ધરાવતી મોટનાથ રેસીડેન્સીમાં 44 વર્ષીય એક મુસ્લિમ મહિલાને એક ફ્લેટ મળ્યો હતો. આ ઘટનાથી સોસાયટીનાં રહીશોએ મુસ્લિમ મહિલાને કરાયેલી ફ્લેટ ફાળવણી રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, તેઓ તેમની વચ્ચે 'પાખંડી' ને રહેવા દેશે નહીં. તેમની દલીલ એવી છે કે, આ મકાન કાયદાનું ઉલ્લંઘન કરીને એક મુસ્લિમને આપવામાં આવ્યું છે.

જોકે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, લોટરી પદ્ધતિથી ફાળવણી કરવામાં આવી હતી અને કાયદાનાં અમલ પહેલા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતાં.

''લોટરી સિસ્ટમ 2017માં શરૂ કરવામાં આવી હતી. કોઈપણ અરજી કરી શકે છે. ડ્રોમાં એક મુસ્લિમ મહિલાનું નામ પણ બહાર આવ્યું છે. પેપરવર્ક 2018 માં કરવામાં આવ્યું હતું જ્યારે ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ અહીં અમલમાં ન હતો. કાયદેસર રીતે ફાળવણી રદ કરી શકાતી નથી. અમે ઘરના માલિક સાથે વાત કરી શકીએ છીએ અને તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી રહયાં છીએ''. ડૉ. શીતલ મિસ્ત્રી, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

''ગુજરાત સરકારે અહીં આ કાયદો લાગુ કર્યો છે. તેથી હિન્દુ કોલોનીમાં કોઈ મુસ્લિમને ઘર વેચી શકે નહીં. ત્યારે પણ સરકારી અધિકારીઓએ નિયમોનો અમલ કર્યો હતો અને મુસ્લિમને મકાન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે ફાળવણી રદ કરવામાં આવે. અમે મુસ્લિમ પરિવાર સાથે અમે રહી શકીએ નહીં, બહુમતીના આધારે જો સિસ્ટમમાં કુપન મૂકવી જોઈએ''. - સ્થાનિક

આ બાબતે પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ કાયર્પાલક ઈજનેર નિલેશ પરમારે મિડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, મકાનના દસ્તાવેજ 2018માં થયા હતા. 2018માં અશાંત ધારા લાગો પડતો નહોતો. સરકારની યોજનાઓમાં ધર્મ આધારિત ફાળવણી થતી નથી. ફાળવણીની ફોર્મ્યુલા પણ સરકાર દ્વારા જ કરવામાં આવતી હોય છે. પાલિકાની આમાં કોઈ જવાબદારી આવતી નથી. સ્થાનિકો તેમની રીતે જ રસ્તો કાઢે. -નિલેશભાઈ, કાર્યપાલક ઇજનેર

આવાસની ફાળવણી હાલના નિયમ મુજબ ડ્રો સિસ્ટમથી કરવામાં આવે છે. તેમાં દરેક નાગરિક અરજી કરી શકતો હોય છે. હાલના નિયમો મુજબ ધર્મ કે જાતિ ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો સરકારી નિયમોમાં ફેરફાર થશે તો તેનો ત્વરિત અમલ કરવામાં આવશે અને હાલ જે વિવાદ ઉભો થયો છે તેમાં પ્રજા હિતને ધ્યાનમાં રાખી ઉકેલ લાવવામાં આવશે. પિન્કી સોની, મેયર

સરકાર દ્વારા અશાંત ધારો અમલી છે પરંતુ આ ડ્રો સિસ્ટમમાં પણ બહુમતી વસ્તીની લાગણીને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવી જોઈએ.-નિરજ જૈન,એડવોકેટ

ABOUT THE AUTHOR

...view details