GSRTC 2024 Recruitment: ITI કરેલા યુવાઓ માટે સરકારી નોકરીની મોટી તક આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 1685 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. આ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
GSRTCની બહાર પડેલી હેલ્પરની ભરતી માટે અરજી કરવા ઉમેદવારે સરકાર માન્ય ITIમાંથી મિકેનિક મોટર વ્હીકલ/ મિકેનિક ડીઝલ/ જનરલ મિકેનિક/ ફીટર/ ટર્નર/ ઇલેક્ટ્રિશીયન/ સીટ મેટલ વર્કર/ ઓટો મોબાઈલ બોડી રીપેરર/ વેલ્ડર/ વેલ્ડર કમ ફેબ્રીકેટર/ મશીનીસ્ટ/ કારપેન્ટર/ પેઇન્ટર જનરલ/ ઓટો મોબાઈલ પેઇન્ટર રીપેરરમાં ઓછોમાં ઓછા 1 વર્ષનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
અરજી કરવા માટેની વયમર્યાદા
એસ.ટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે 5 જાન્યુઆરી 1990 થી 6 જાન્યુઆરી 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો હેલ્પરની પોસ્ટ માટે અરજી કરી શકશે.