વાપી:વાપીતાલુકા ભાજપના ઉપપ્રમુખની સોપારી આપી હત્યા કરવાના પ્રકરણમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ બાદ આજે પોલીસે સમગ્ર ઘટનાનું રાતા ગામના રામેશ્વર મંદિર પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સમગ્ર ઘટનાને અંજામ આપી ત્રણે શાર્પ શુટર્સ કેવી રીતે જગ્યા ઉપરથી ભાગ્યા હતા એ તમામ ઘટનાને પોલીસની નજર સામે આબેહૂબ રીતે પકડાયેલા મુખ્ય શાર્પ શૂટરે વર્ણવી બતાવી હતી.
શું બન્યું હતું તે દિવસે
વાપીમાં કોચરવા ખાતે રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ 8 મે 2023ના રોજ પોતાના પરિવાર સાથે કારમાં રાતા ગામના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા. જે દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા શૈલેષ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં સંડોવાયેલા 8 જેટલા આરોપીને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા.
વાપી ભાજપના નેતાની હત્યાનો મામલો (Etv Bharat Gujarat) ત્રણ શાર્પ શૂટરના નામ ખુલ્યા હતા
સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા ડી 16 ગેંગ તથા અમનસિંગ યાદવ, વૈભવ યાદવ, અને દિનેશ ગોંડની ઓળખ થઈ હતી. આ ગુનામાં વલસાડ પોલીસ અગાઉ યુપીના આઝમગઢના રહેવાશી વૈભવ હરિરામ યાદવ અને ઝારખંડ જિલ્લાના ધનબાદ ગોંડના રહેવાશી દિનેશ મોતીચંદની કે જેની જિલ્લા પોલીસે ફાયર આર્મ્સ સાથે ધરપકડ કરી હતી. તેને ત્યાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવેલી હતી .
આરોપીઓની ઉત્તરપ્રદેશથી કબજો મેળવ્યો
સંડોવાયેલ આરોપી અજય ઉર્ફે ગુડડું સતીરામ ચંદ્રબલી યાદવ પોલીસ પકડથી દૂર હતો. જેની ઉત્તરપ્રદેશ રાજયના આંબેડકરનગર જિલ્લાના અલીગંજ પોલીસ મથકમાં કલમ 307 તથા આર્મ્સ એકટ કલમ 3/25 મુજબના ગુનામાં અટક કરેલ હોય, સદર આરોપીને આ ગુનામાં અટક કરવા સારૂં નામદાર કોર્ટ વાપીના પ્રોડકશન વોરંટ આધારે આંબેડકરનગર જીલ્લા જેલ, ઉત્તરપ્રદેશ ખાતેથી કબજો મેળવ્યો છે,
રિમાન્ડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા અને 28 જાન્યુઆરી 2025ના રોજ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં આજે વલસાડ પોલીસ દ્વારા રાતા મંદિર ઉપર આરોપી અજય ઉર્ફે ગુડ્ડુને લઇ જઈ સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે અંગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું .
શાર્પ શૂટર ગુડ્ડુના નામે લૂંટ,ખંડણી,અપહરણ સહિત 23 ગુના નોંધાયેલા
અજય ચંદ્રબલી મુળ આઝમગઢ જીલ્લાનો રહેવાસી છે, અને આ ગુના અગાઉ પકડાયેલ D-16 ગેંગના શાર્પ શુટરો સાથે મળી પોતાનુ અલગ ગ્રુપ બનાવી ઉત્તરપ્રદેશ, ઝારખંડ રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં જનસેવા કેન્દ્ર લૂંટ, પેટ્રોલપંપ લૂંટ, આંગડીયા લૂંટ, અપહરણ, કોલસાના વેપારી, ફાયનાન્સર, ડોકટર, બિઝનેસમેનને ફોન કરી ખંડણી આપવી તેમજ ધાક-ધમકી આપવાના કુલ 23 જેટલા ગુના ઉત્તરપ્રદેશના અલગ-અલગ પોલીસ મથક નોંધાયેલા છે.
- હેવાનિયતે હદ વટાવી ! 7 વર્ષીય સગીરનું અપહરણ, દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ
- Valsad Crime News: વાપી તાલુકા ભાજપના નેતાની હત્યાનો ...