અમદાવાદ: 2 ઓક્ટોબર એટલે કે, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ, ત્યારે આજે 155 મી જન્મ જયંતી નિમિતે 7 વર્ષની ઉંમરે ગાંધીના પ્રેમમાં પડ્યા વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત દ્વારા મહાત્મા ગાંધીની દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ગાંધીજીની આ દુર્લભ વસ્તુનું કલેક્શન કરનાર વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, તેઓ જ્યારે માત્ર 7 વર્ષના હતા અને પ્રથમ વખત મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી ત્યારથી જ તેઓ ગાંધીના પ્રેમમાં પડી ગયા હતા અને આજે 57 વર્ષના થયા છે.
મહાત્મા ગાંધીની દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન (etv bharat gujarat) 200 વર્ષ જૂનો ગાંધી બાપુનો ચરખો: આ પ્રદર્શનમાં મહાત્મા ગાંધીની એવી કેટલીક દુર્લભ વસ્તુ મૂકવામાં આવી છે. જે કોઈ જગ્યાએથી મેળવવી શક્ય નથી. જેમકે મહાત્મા ગાંધી જે ચરખા પર બેસીને ચરખો ચલાવતા શીખ્યા તે 200 વર્ષ જૂનું ચરખો અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સાથે ટાઇમ્સ મેગેઝીન દ્વારા ફ્રન્ટ પેજ પર છાપવામાં આવેલ મહાત્મા ગાંધીના ફોટોસ વાળા મેગેઝિનની ઓરીજનલ કોપી પણ અહીં મોજુદ છે. એટલું જ નહીં મહાત્મા ગાંધીના 3 ભાષાઓમાં રિયલ ઓટોગ્રાફ પણ આ પ્રદર્શનનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મહાત્મા ગાંધીની દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન (etv bharat gujarat) હું કોઈ ગાંધીવાદી નથી: ધીમંત પુરોહિત: ધીમંત પુરોહિત જણાવે છે કે, હું ગાંધીવાદી નથી અને ગાંધીવાદી હોવાનો દાવો કરતો નથી. ગાંધી તો દરિયો છે ગાંધીને ઓશિકાના કવરમાં ભરી શકાય એવો ગાંધી નથી. ધીમંતભાઈ વધુમાં જણાવે છે કે, બધાનો પોતપોતાનો ગાંધીજી હું ગાંધીજીને જેવી રીતે સમજુ મારા માટે ગાંધીજી તેવા છે. કોઈ અહિંસા એટલે ગાંધી માને છે તો કોઈ શાંતિ એટલે ગાંધી માને છે આમ બધાનો પોતપોતાનો ગાંધી છે.
મહાત્મા ગાંધીની દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન (etv bharat gujarat) અત્યારે ગાંધી કેટલા સુસંગત છે ?: જ્યારે ધીમંત પુરોહિતને ETV BHARAT ના સંવાદદાતા ભાર્ગવ મકવાણાએ પ્રશ્ન કર્યો કે 'ગાંધી અત્યારે કેટલા સુસંગત છે ?' ત્યારે તેમણે કહ્યું કે "યુક્રેન રશિયા વોર પછી પણ છેવટે તો લોકો શાંતિ જ ઈચ્છે છે "શાંતિ એટલે ગાંધી" એટલે ગાંધી અત્યારે પહેલા કરતા વધારે સુસંગત છે.
આ પણ વાંચો:
- હારીજ-ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત અને 7 ઇજાગ્રસ્ત - accident between Echo and trailer
- ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત - Gobar dhan yojana Gujarat