રાજકોટ: રાજકોટના ઉપલેટામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા અને નવનિયુક્ત થયેલ નિખિલ મહેતા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 48 કલાકની અંદર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો તેમજ અધિકારીઓની ઉપર નજર રાખીને ફરતા શંકાસ્પદ વાહનોને કબજે કરી ઝડપાયેલ તમામ મુદ્દા માલ સીઝ કરી ઉપલેટા પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે કુલ રૂપિયા 53/- લાખનો મુદ્દા માલ જપ્ત કરી સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
48 કલાકમાં 50 લાખ ઉપરાંતનો મુદામાલ સીઝ (Etv Bharat Gujarat) 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત: આ અંગે માહિતીઓ આપતા ઉપલેટા મામલતદાર એન.એચ. મહેતાએ જણાવ્યું છે કે, 'ઉપલેટા તાલુકામાં નાગરિકલક્ષી મૂળ સેવાઓની સાથે સાથે ખનીજ ચોરીને લગતી ઘણી ફરિયાદો આવે છે. તેના માટે કચેરી સ્ટાફ તરફથી સમયની અનુકૂળતા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જે મુજબ છેલ્લા 48 કલાકમાં ખનીજ ચોરીના તથા સાથે કુલ પાંચ જેટલા વાહનોને પકડી પાડી 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આ વાહનો અને મુદ્દા માલ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.'
મામલતદાર કચેરી (Etv Bharat Gujarat) ઉપલેટા મામલતદારે વધુમાં જણાવ્યું હતું કે, 'ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકોને ખનીજ ચોરી અટકાવવા માટે આવતા અધિકારીઓનો લોકેશન આપવા માટે જે ગાડીઓની આગળ પાછળ ફરે છે. તેવા પણ બે શંકાસ્પદ વાહનો જેમાં એક મોટરસાયકલ તેમજ એક કાર કબજે કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ખનીજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પ્રોપર રોયલ્ટી પાસ અને વજનની વિગતો સાથે રાખશે. તેમને સંપૂર્ણ સાથ સહકાર મળશે અને જે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરતું હશે, તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.'
જપ્ત કરેલી કાર (Etv Bharat Gujarat) ઉપલેટા મામલતદાર તેમજ કચેરી સ્ટાફ દ્વારા ઝડપવામાં આવેલ મુદ્દામાલ અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો
- ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે પરથી કોલકી બાયપાસ પાસેથી એક ટ્રક નં.GJ-25-U-7777 કે જે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજનું વહન કરતો હોવાનું માલુમ પડતાં ટ્રકને પકડી તેમજ ટ્રકમાં રહેલ અંદાજિત 20 ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજ જેની અંદાજિત કિંમત રૂપિયા 1,00,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 11,00,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
- પોરબંદર નેશનલ હાઇવે પરથી કોલકી બાયપાસ પાસેથી બીજો એક ટ્રક નં.GJ-10-Z-8951 કે જે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજનું વહન કરતો હોવાનું માલુમ પડતાં ટ્રકને પકડી પાડી ટ્રકમાં રહેલ અંદાજિત 20 ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજ જેની અંદાજિત કિંમત રૂપિયા 1,00,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ મળી કુલ રૂપિયા 12,00,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
- પોરબંદર નેશનલ હાઇવે પરથી કોલકી બાયપાસ પાસેથી ત્રીજો એક ટ્રક નં.GJ-03-AX-7598 કે જે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજનું વહન કરતો હોવાનું માલુમ પડતાં ટ્રકને પકડી તેમજ ટ્રકમાં રહેલ અંદાજિત 20 ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજ જેની અંદાજિત કિંમત રૂપિયા 1,00,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા 12 લાખ મળી કુલ રૂપિયા 13,00,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જપ્ત કરેલ ટ્રક (Etv Bharat Gujarat) - પોરબંદર નેશનલ હાઇવે પરથી કોલકી બાયપાસ પાસેથી એક ટ્રક નં.GJ-10-X-8818 કે જે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજનું વહન કરતો હોવાનું માલુમ પડતાં ટ્રકને પકડી ટ્રકમાં રહેલ અંદાજિત 20 ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજ જેની અંદાજિત કિંમત રૂપિયા 1,00,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂપિયા 6 લાખ મળી કુલ રૂપિયા 7,00,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
- ઉપલેટા ખાખીજાળીયા રોડ ઉપર આવેલા દ્વારકાધીશ પેટ્રોલિયમ ખાતે અંદાજિત 40 મેટ્રિક ટન સાદી રેતી અને ખનીજ ભરેલો ટ્રક નંબર GJ-13-AW-6116 મળી આવતા જેનો ડ્રાઇવર સ્થળ છોડી જતા તેની રોયલ્ટી પાસ રજૂ ન કરતા કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 10,00,000/- નો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ સાથે શંકાસ્પદ મોટરસાયકલ અને એક કારને પણ કબજે લઈને સપાટો બોલાવી દીધો છે.
આ પણ વાંચો:
- અમદાવાદ: બોપલમાં MBA સ્ટુડન્ટના મર્ડર કેસમાં સરખેજના પોલીસકર્મીની સંડોવણી ખુલી
- AMCની નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં કોને લાભ કોને નુકસાન? ફેરિયાઓએ ભાડું ચૂકવવું પડશે? જાણો A to Z