ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓએ કરી આડોળાઇ, જાણો સમગ્ર મામલો - RAJKOT TRP GAMEZONE

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓએ વકીલ રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માંગી હતી. જોકે, અદાલતે કડક સૂચના આપી આગામી સુનાવણી 7 નવેમ્બરે નક્કી કરી છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 9:59 AM IST

રાજકોટ :સેશન્સ કોર્ટમાંથી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ મામલે મોટી ખબર સામે આવી છે. આ કેસમાં પકડાયેલા 15 શખ્સોમાંથી 9 શખ્સો દ્વારા વકીલ રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માંગવામાં આવી હતી. અદાલતે લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ ચલાવવા સૂચના આપી હતી. પાંચમી મુદતે પણ વકીલ નહીં રોકતા હવે આગામી 7 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ :રાજકોટના નાના મવા રોડ પર સ્થિત TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક કેટલાક શખ્સોએ વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગ્યો હતો.

આરોપીઓએ કરી આડોળાઇ :જે અનુસંધાને કોર્ટ દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા-વિચારણા કરીને 10 સપ્ટે‍મ્બરે સેશન્સ કોર્ટમાં તમામ શખ્સોને હાજર કરતા ફરી વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી અને આગળની તારીખમાં કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની મુદતે તમામ શખ્સોએ પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ શખ્સોમાંથી એક શખ્સે લીગલમાંથી એડવોકેટ મેળવવા માંગણી કરી હતી. જ્યારે બાકીના આઠ શખ્સોએ વકીલ રોકવાની પ્રોસેસ ચાલુ હોવાનું કહી મુદત માંગી હતી.

7 નવેમ્બરે સુનાવણી :વકીલ નહીં રોકનાર તમામને કોર્ટે જણાવ્યું કે, તમે લોકો વકીલ નહીં રોકી મુદત માંગી તમે તમારો કેસ જાતે ડીલે કરી રહ્યા છો. આગામી 7 નવેમ્બર સુધીમાં વકીલ રોકવા અને વકીલ નહીં રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના આપી હતી. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

  1. TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ચાર શખ્સોની જામીન નામંજૂર
  2. રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામું

ABOUT THE AUTHOR

...view details