રાજકોટ:રાજકોટ સહિત સમગ્ર દેશમાં માતાજીની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રિ. જેમાં જુદી જુદી અર્વાચીન ગરબીમાં દીકરીઓ ગરબે ઝૂમતી જોવા મળે છે. જેમાં રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં પણ છેલ્લા 36 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે.
કોઈપણ તહેવાર હોય ત્યારે લોકોની સુરક્ષા માટે પોલીસ જવાનો તત્પર રહેતા હોય છે. ત્યારે તેમના પરિવારને પણ આવા તહેવારો ઉજવવા માટે મુશ્કેલી ન પડે તેના માટે તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત વેશભુષામાં બાળાઓ ગરમે રમતા જોવા મળી હતી.
રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં ગરબીનું આયોજન (ETV Bharat Gujarat) જે અંગે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ગરબીનું સંચાલન કરતા રાજભા ગોહિલ અને સોહીલ ભાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં પોલીસ જવાનો જ્યારે બંદોબસ્તમાં હોય ત્યારે તેમને પરિવારના સભ્યો પણ ગરબાની મજા માણી શકે તેના માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરના સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ છેલ્લા 36 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી 5 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીની બાળાઓ ભાગ લેતી હોય છે.
તેમણે કહ્યું કે, આ ગરબા રમવા માટે એક મહિના પ્રેક્ટિસ કરવામાં આવે છે. જેમાં અંદાજે 140 બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે. જેમાં ટિપ્પણી રાસ, ભુવા રાસ અને તલાવર રાસ ખૂબ પ્રચલિત છે.
આ પણ વાંચો:
- અમદાવાદની નગરદેવી "ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ
- ગણદેવી ખાતે રમાતા પ્રાચીન દોરી રાસ ગરબા: આધુનિક સમયમાં સાચવી રહ્યા છે પરંપરા