ગુજરાત

gujarat

ETV Bharat / state

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ નવરાત્રીમાં પોલીસ સતર્ક, ગરબા આયોજકોને હવે સોગંદનામા રજૂ કરવા પડશે - rajkot Police alert on Navratri - RAJKOT POLICE ALERT ON NAVRATRI

રાજકોટમાં નાના મવા વિસ્તારમાં આવેલ ટીઆરપી ગેમઝોન આગકાંડની દુર્ઘટના બાદ પોલીસ હવે સતર્ક બની છે. અને નિયમોમાં કડકાઈ દાખવી રહી છે. આયોજકોને હવે નોટરિરાઇઝ એગ્રીમેન્ટ આપ્યા બાદ જ ગરબાની મંજૂરી મળશે., rajkot Police alert on Navratri

નવરાત્રીમાં રાજકોટ પોલીસ સતર્ક
નવરાત્રીમાં રાજકોટ પોલીસ સતર્ક (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 8:11 PM IST

રાજકોટ: રાજકોટમાં થોડાં સમય પહેલાં ટીઆરપી ગેમઝોન આગકાંડની ઘટના બની હતી. જે બાદ આ વખતે નવરાત્રીમાં પોલીસ સતર્ક બની છે અને તમામ નિયમોમાં કડકાઈ દાખવી રહી છે, હવે આયોજકોને મંજૂરી માટેના નિયમો નોટરિરાઇઝ એગ્રીમેન્ટ સાથે આપ્યા બાદ જ ગરબાની મંજૂરી આપવામાં આવશે. અર્વાચીનની સાથે સાથે મોટા સ્ટેજ સાથે યોજાતી પ્રાચીન ગરબીના અયોજકે પણ નિયમો પાડવા પડશે.

અગ્નિકાંડ ઘટના બાદ પોલીસ સતર્ક: દર વર્ષે શહેરમાં નવરાત્રીના આયોજનોમાં પોલીસ મંજૂરી આપવા માટે ખાસ કડકાઈ દાખવતી ન હતી અને ફાયર, ઈલેક્ટ્રીક, સીસીટીવી, સિક્યુરિટી સહિતની કાગળ પરની મંજૂરીથી પોલીસ મંજૂરી આપી દેતી હતી. ત્યારે નાના મવા વિસ્તારમાં આવેલ ટીઆરપી ગેમઝોન આગકાંડની દુર્ઘટના બાદ પોલીસ હવે સતર્ક બની છે.

નવરાત્રીમાં રાજકોટ પોલીસ સતર્ક (Etv Bharat Gujarat)

વિવિધ પ્રમાણપત્ર જરૂરી: હવે ફાયર સહિતના તમામ નિયમોનું પાલન કરાવવા માટે નોટરીરાઈઝ એગ્રીમેન્ટ આપ્યાં બાદ જ મજૂરી આપશે. જે માટે ફાયર એનઓસી ફાયર વિભાગમાંથી મેળવવું પડશે, વિદ્યુત નિરીક્ષકનું ઈલેક્ટ્રીક ફિટિંગનું પ્રમાણપત્ર, એમ્બ્યુલન્સ તબીબ સાથે રાખવાની જે માટે પ્રથમ ઇમરજન્સીનું પ્રમાણપત્ર, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર, ખાણીપીણીના સ્ટોલ રાખનારને ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર મેળવી તેનું સોગંદનામું કરવું પડશે. જે પોલીસમાં રજૂ કર્યા બાદ જ આયોજકોને મંજૂરી મળશે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો અનુસાર, અગાઉ ખાસ અર્વાચીન ગરબાના આયોજનમાં જે મોટા સ્ટેજ ગોઠવામાં આવતાં તે બાબતની મંજૂરી આયોજકે લેવી પડતી ન હતી. પરંતુ હવે અયોજકે તે માટે માર્ગ અને મકાન વિભાગમાંથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત કરવામાં આવ્ય્ં છે.

ઉપરાંત સિક્યુરિટી માટે જે તે સિક્યુરિટી એજન્સીનો કરાર પણ પોલીસને આપવો પડશે. તેમજ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. જે કંપની કેમેરા ફિટ કરશે. તેમનો પણ કરેલો કરાર પોલીસને આપવો પડશે. તેમજ સાઉન્ડ સિસ્ટમ માટે જે તે પેઢીનો પણ કરાર કર્યા બાદ જ મંજૂરીની કાર્યવાહી આગળ વધશે.

SHEteam તૈનાત રહેશે: નવરાત્રીના આયોજનમાં શહેર પોલીસ તમામ આયોજનોમાં ખડેપગે રહી ચાંપતી નજર રાખશે. જેમાં પોલીસ અલગ અલગ ટીમો બનાવી ખાસ ગરબામાં છેડતી કરનારાઓની ખો ભુલાવવા માટે એન્ટી રોમીયો સ્કવોર્ડ સતત સાદા ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે જ રહેશે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી-ટીમ પણ ટ્રેડીશ્નલ ડ્રેસમાં ગરબામાં સતત પેટ્રોલીંગ કરશે. તેમજ સ્થાનીક બ્રાન્ચો પણ સતત ગરબાના આયોજન પર વોચ રાખશે.

આ પણ વાંચો:

  1. 'તારી પાઘડીએ મન મારું મોહ્યું...' અમદાવાદના આ યુવકે બનાવી પાંચ કિલોની 'આત્મનિર્ભર ભારત' પાઘડી - PADHDI MAN OF AHMEDABAD
  2. તિરૂપતિના લાડુના પ્રસાદની જેમ ડાકોરમાં પણ ધરાવાય છે લાડુનો પ્રસાદ, જાણો લાડુની વિશેષતા - Ranchhodraiji temple ladu prashad

ABOUT THE AUTHOR

...view details