Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) રાજકોટ: ધોરાજી તાલુકાના પીપળીયા ગામ તેમજ આસપાસના પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વરસાદને લીધે પીપળીયા ગામે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. આ વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને વરસાદ બાદ તેમના જીવન પર મુશ્કેલીઓનું પણ આભ ફાટ્યું છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ઘરવખરી બરબાદઃ ધોરાજીના પીપળીયા ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદનું પાણી તેમના ઘરોમાં ઘુસી ગયું છે અને આ પાણીને લીધે તેમની ઘરવખરી પણ બરબાદ થઈ ચૂકી છે. આ પ્રકારની તકલીફ અને સમસ્યાને લઈને લોકોની મુશ્કેલીઓ વધી છે. તેમની ઉપર જાણે મુશ્કેલીઓનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પીડિત વ્યક્તિઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી હતી. જેમાં પીડાનું વર્ણન કરતી વખતે તેઓ અત્યંત ભાવુક થઈ જતાં રડી પણ પડ્યા હતા.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
અમારા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા અમારી ઘરવખરી બગડી ગઈ છે. અમે તો ક્યાંયના ન રહ્યા. હવે અમારે ક્યાં જવું. અમારુ અનાજ, ગોદડા અને કપડા બધુ જ બરબાદ થઈ ગયું છે...સ્થાનિક મહિલા(પીપળીયા ગામ, ધોરાજી)
ભારે વરસાદને પગલે અમારા ઘરના ત્રણેય રુમોમાં 1-1 ફૂટ પાણી ભરાઈ ગયા છે. અમે બાળકોને સગા-સંબંધીને ત્યાં મુકી આવ્યા છીએ...પ્રવીણભાઈ દાફડા(સ્થાનિક, પીપળીયા ગામ, ધોરાજી)
- પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ, રેલવે ટ્રેક ઘોવાતા રેલ વ્યવહાર ખોરવાયો - Heavy Rain in Porbandar
- જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા - Rain water in houses in Junagadh