રાજકોટઃઆરટીઓ કચેરીના લીગલ ટ્વિટર પર બે અલગ અલગ આઈડી ધારકે આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે. આરટીઓ અધિકારીને ગરીબોના મોતના સોદાગર છે લખી કચેરીને બદનામ કરતી પોસ્ટ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં આરટીઓ કચેરીને બદનામ કરતા ટ્વિટ કરનાર આઈડી ધારક મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતો સંજય ધૂળકોટિયા નીકળતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ આરટીઓ અધિકારીને ''ગરીબોના મોતના સોદાગર'' કહેનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - Rajkot News - RAJKOT NEWS
રાજકોટ આરટીઓ કચેરીના લીગલ ટ્વિટર આઈડી પર બે અલગ અલગ આઈડી ધારકે આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે. આરટીઓ અધિકારીને ગરીબોના મોતના સોદાગર છે લખી કચેરીને બદનામ કરતી પોસ્ટ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં આરટીઓ કચેરીને બદનામ કરતા ટ્વિટ કરનાર આઈડી ધારક મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતો સંજય ધૂળકોટિયા નીકળતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
Published : Jul 13, 2024, 5:10 PM IST
ઈન્ચાર્જ RTO અધિકારીએ નોંધાવી ફરિયાદઃ ઈન્ચાર્જ RTO અધિકારી કેતનકુમાર મથુરભાઈ ખપેડએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બીપીન જોષી અને ચિરાગ પરમાર નામ આપતાં સાયબર ક્રાઇમ પોલીસે આઈપીસી કલમ 500 અને આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, રાજકોટ આરટીઓ કચેરીમાં ઇન્ચાર્જ આરટીઓ ઓફીસર તરીકે સરકારી નોકરી કરે છે. તેઓ કચેરીએ હાજર હતાં. તે દરમ્યાન ઓફીસનુ ટ્વીટર એકાઉન્ટ ચેક કરતા આઇ.ડી. માં આર.ટી.ઓ. કચેરી રાજકોટમાં થતા તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લેવામાં આવતા હોય અને ઓફીસમાં ભ્રષ્ટાચાર થાય છે જે બાબતના અલગ અલગ ટવીટ કરેલ હતાં. તેમજ તેમના નામના ઉલ્લેખ સાથે આર.ટી.ઓ. ઓફીસમાં તમામ કામ માટે પૈસા લેવામાં આવે છે. આર.ટી.ઓ. કચેરીમાં પબ્લીકનો ડેટા સેફ નથી. આરટીઓ કે.એમ.ખાપડ ગરીબોના મોત નો સોદાગર છે તેમજ અલગ અલગ કામ માટેના જે રૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા લેવામાં આવે છે તે અંગેના ટ્વિટ કરેલ હતાં.
બંને ટ્વીટર આઈડી પર એક જ મોબાઈલ નંબરઃટ્વિટમાં કોઈ તથ્ય ન હોય અને આરટીઓ અધિકારી ફરજ નિયમો અનુસાર બજાવે છે. કોઈ પણ પ્રકારનુ કામ નિયમો વિરૂધ્ધ કરવામાં આવતુ નથી અને કોઇ પણ વ્યક્તિનો ડેટા લીક કરેલ ન હોય પરંતુ આ બીપીન જોષી તથા ચિરાગ પરમાર નામના ટવીટર ધારકે તેઓને બદનામ કરવા તથા આરટીઓ કચેરીના કર્મચારીઓનુ મનોબળ તોડવા માટે આવા ટ્વિટ કરેલ હતા. જેમાં પોલીસમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરતાં બન્ને ટવીટર આઇ.ડી.ના રજીસ્ટ્રેશનમાં મોબાઇલ નંબર તરીકે એક નબરનો ઉપયોગ થયેલ હોય અને નંબરના આધારે તપાસ કરતાં ધુળકોટીયા સંજયભાઈ શાંતીલાલના નામે રજીસ્ટર થયેલ હોવાનું સામે આવ્યું હતું.