રાજકોટ:રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રવિવારના રોજ ગણેશ પાર્ક ખાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. 45 વર્ષીય ભક્તિરામ નિમાવત નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકીને હત્યા રામજી મકવાણા (ઉવ.38) નામના મજૂરી કામકાજ કરનારા વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતકની 29 વર્ષીય પત્ની ઇલા નિમાવત દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે રામજી મકવાણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રામજી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. મૃતક ભક્તિરામ નિમાવત આરોપી રામજી મકવાણાની પત્નીને મેસેજ કરતો હોય તે બાબતે ભક્તિરામ તેમજ રામજી વચ્ચે એકાદ મહિના પૂર્વે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો. જોકે જે તે સમયે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં તે બાબતનો ખાર રાખીને ભક્તિરામને રામજી મકવાણા દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અનૈતિક સબંધમાં આધેડની હત્યા: જાણો પત્નીએ પોલીસ ફરિયાદમાં શું કહ્યું? - Rajkot murder case
રાજકોટમાં લગ્નેતર સંબંધોમાં એક વ્યક્તિનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે આધેડના પત્નીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. - Rajkot murder case
Published : Sep 9, 2024, 9:01 PM IST
મૃતકની પત્નીએ પોલીસને શું ફરિયાદ આપી? પોલીસને આપેલી ફરિયાદમાં ઇલાબેન નિમાવતે જણાવ્યું છે કે, પોતાના પતિ ગણેશપાર્ક સોસાયટીમાં પાણી વિતરણનું કામકાજ કરતા હતા. પોતાના પતિ ગણેશ પાર્ક વિસ્તારમાં જ રહેતા રામજી મકવાણાની પત્ની રીટા સાથે મેસેજમાં વાતો કરતા હતા. જે બાબતે એકાદ મહિના પૂર્વે રામજીભાઈ તથા તેમની પત્ની રીટાબેન સાથે સામાન્ય બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો. જેથી મેં રીટાબેનને મારા પતિ સાથે કોઈ સંબંધ નહીં રાખવા સમજાવી હતી.
ત્યારે રવિવારના રોજ ભક્તિરામ કિશોર નામના વ્યક્તિની ઓફિસે સુતા હતા. ત્યારે રામજી મકવાણા અચાનક ત્યાં દોડી આવ્યો હતો. તેમજ સુતેલા ભક્તિરામને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. તેમજ ત્યારબાદ રામજી મકવાણા ત્યાંથી ભાગી ગયો હતો. તાત્કાલિક અસરથી ભક્તિરામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ થયાનું જાહેર કર્યું હતું. પત્ની રીટા અને ભક્તિરામ વચ્ચે સબંધ છે. તે સબંધના કારણે તેને પોતાના પતિના ઘરે પરત નથી આવવું તેવું માનીને તે ભક્તિરામ જે ઓફિસ ખાતે સૂતો હતો ત્યાં પહોંચીને છરીનો ઘા ઝીંકી તેની હત્યા નીપજવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.