ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની કટારિયા ચોકડીએ બનશે સિગ્નેચર બ્રિજ સહિત અન્ય 9 બ્રિજ, ટેન્ડર પ્રક્રિયા શરૂ - RAJKOT NEWS

રાજકોટમાં સતત વધી રહેલા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે રાજકોટ મનપા દ્વારા કટારિયા ચોકડી પાસે સિગ્નેચર બ્રિજ સહિત 9 બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

સિગ્નેચર કેબલ બ્રિજ
સિગ્નેચર કેબલ બ્રિજ (રાજકોટ કોર્પોરેશન)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 8:15 PM IST

Updated : Oct 11, 2024, 8:23 PM IST

રાજકોટ: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સતત ટ્રાફિક વધતો હોવાથી મનપા દ્વારા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એક સાથે 9 નવા બ્રિજ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કાલાવડ રોડ પર આવેલા કટારિયા ચોકડી પાસે રૂ. 150 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનવા જઈ રહ્યો છે. અઢી વર્ષ જેટલા સમયમાં આ બ્રિજ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11માં નવા રિંગ રોડ પર રૂ. 42.26 કરોડના ખર્ચે અલગ અલગ 3 બ્રિજ, રંગોલી પાર્ક નજીક રૂ. 7.20 કરોડના ખર્ચે 2 બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે રૂ. 5.53 કરોડના ખર્ચે 1 બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સીટી વચ્ચે નાલા પર રૂ. 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.

સિગ્નેચર કેબલ બ્રિજ (રાજકોટ કોર્પોરેશન)

ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ: રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા 3 દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂ. 150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂ થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુ ટર્ન લઇ કાલાવડ રોડ અને સેકન્ડ રિંગ રોડ તરફ જઇ શકાશે.'

રાજકોટની કટારિયા ચોકડી (રાજકોટ કોર્પોરેશન)

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાઈ: આ ઉપરાંત અન્ડર બ્રિજમાંથી નવા રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થઈ કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. જ્યારે અન્ડર બ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના નજીક હયાત નાળા પાસેથી શરૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

સિગ્નેચર કેબલ બ્રિજ (રાજકોટ કોર્પોરેશન)

કુલ નવ બ્રિજોનું નિર્માણ કરાશે:કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય 8 સ્થળોએ હયાત નાળાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રંગોલી પાર્ક નજીક રૂડાની આવાસ યોજના પાસે 18 મીટર અને 24 મીટર ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.9 માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેકન્ડ રિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂ. 42.26 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9 માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્સ વિદ્યા મંદિર પાસે રૂ. 5.53 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1 માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાળાના સ્થાને રૂ.12.65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો:

  1. "હજી સુધી મને ઘણા લોકો હેલ્મેટ પહેરતા દેખાતા નથી": ગુજરાત હાઇકોર્ટમાં હેલ્મેટ અંગે સુનાવણી
  2. "દુષ્કર્મી તત્વોનું એન્કાઉન્ટર કરો": વડોદરા BJPના MLA શૈલેષ સોટ્ટા, 'પહેલીવાર, દીકરીઓને ઘરમાંથી બહાર મોકલતા ડરવું પડે તેવી સ્થિતિ'
Last Updated : Oct 11, 2024, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details