રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહાશિવરાત્રી લઈને જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં આ તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેમ છતાં શહેરનાં વેપારી દ્વારા મીટ-ચિકનનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. Zepto અને સ્વીગી દ્વારા ડીલવરી સર્વિસ દ્વારા થતા આ વેચાણની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ હતી અને કુલ 95 કિલો જથ્થાનો સ્થળ પરથી નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વેપારી પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ આર.કે.આઇકોનીક બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ડ્રોગિરિયા સેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના Zeptoનાં વેચાણ કેન્દ્ર દ્વારા ચિકન ડિલિવરી કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરનાં જાહેરનામાની ઐસી-તૈસી કરી મહાશિવરાત્રીનાં દિવસે પણ નોનવેજ ચિકન અને મીટનો ઓર્ડર થતા ગ્રાહકને Zeptoની મદદથી ડીલીવરી આપવામાં આવી હતી.
રાજકોટમાં ઓનલાઈન નોનવેજ વેચાણ કરનાર સામે મનપાની કાર્યવાહી, (Etv Bharat Gujarat) આ અંગે મહાનગરપાલિકાને જાણ થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ GPMCની કલમ 336 મુજબ વેપારી પાસેથી રૂ. 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ 35 કિલો અખાદ્ય વસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલ ઇન્ફિનિટી કોમ્પલેક્ષમાં સ્વીગીના વેરહાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતો. જેમાં કલમ 326 અને 329 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીંથી તંત્રની ટીમે 60 કિલો જેટલો મીટ અને ચિકનના જથ્થાનો નાશ કર્યો હતો. મીટ અને ચિકનના જથ્થાને સીઝ કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ 'આજે મહાશિવરાત્રીનાં તહેવારને લઈ મનપા કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેના માટે આ કાર્યવાહી કરવામાં આવી છે'
- રાજકોટઃ ભારત-પાક મેચ વખતે મગાવ્યા મેકડોનાલ્ડ્સના બર્ગર અને ધર્મ અભડાયો- Video
- રાજકોટ સમુહલગ્નમાં છેતરપિંડી: આયોજકોએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે કઈ વસ્તુ લઈ ગયા?