ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના કોઠારિયા મેઈન રોડ પર નજીવી બાબતે યુવકની હત્યા કરનાર ઝડપાયો, આરોપી વિરુદ્ધ 15 ગુના - RAJKOT CRIME NEWS

શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત શનિવારના રોજ હાર્મિસ ગજેરા નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકી સરેઆમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટમાં હત્યાનો આરોપી ઝડપાયો
રાજકોટમાં હત્યાનો આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 10:45 PM IST

રાજકોટ: રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની એવી બાબતમાં પણ ખૂની ખેલ સર્જાયો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર જાહેર ગત શનિવારના રોજ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા કુખ્યાત આરોપી દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન તેમજ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ અંદાજિત 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

હાર્મિસ ગજેરા નામના વ્યક્તિની હત્યા થઇ હતી
રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત શનિવારના રોજ હાર્મિસ ગજેરા નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકી સરેઆમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી રાધિક ગજેરાએ જણાવ્યું હતું કે, કોઠારીયા મેઇન રોડ ઉપર ખોડીયાર ટી સ્ટોલ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં દોલતસિંહ ઉર્ફે દોલું સોલંકીની ફાઇનાન્સની ઓફિસ આવેલી છે. તેમજ કોમ્પલેક્ષના પાર્કિંગમાં દોલતસિંહ દ્વારા ડેલો પણ બનાવવામાં આવ્યો છે.

ત્યારે રાધિક તથા તેનો ભાઈ હાર્મિસ ચાર પાંચ દિવસ પૂર્વે ત્યાં ઉભા હતા. ત્યારે દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકી દ્વારા અહીંયા ઊભા નહીં રહેવાનું કહી ઝઘડો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે શનિવારના રોજ બંને ભાઈઓ ફરી પાછા કોમ્પ્લેક્સના પાર્કિંગ પાસે બનાવવામાં આવેલ ડેલા પાસે વાતચીત કરતા હતા. ત્યારે દોલતસિંહ ઉર્ફે દોલુ દ્વારા હાર્મિસના છાતીના વચ્ચે તેમજ શરીરમાં આડેધડ ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી.

આરોપી વિરુધ્ધ 15 જેટલા ગુન્હા નોંધાઈ ચુક્યા છે
બનાવ બન્યાના 24 કલાકમાં જ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને ગોંડલ રોડ ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર અને સુરત શહેરમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ 15 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં તેના વિરુદ્ધ મારામારી, પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટ, હત્યાના પ્રયાસ, મની લેન્ડર્સ એક્ટ તેમજ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલવવા માંગ
મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના સાળાએ જણાવ્યું હતું કે, નાની એવી વાતમાં મારા બનેવીની હત્યા કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે તેમજ સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તે પ્રકારની અમારી માંગ છે.

  1. કચ્છમાં આવેલું એશિયાનું સૌથી સમૃદ્ધ "માધાપર ગામ", 15 બેંકમાં જમા છે અધધ રૂ. 7,000 કરોડ
  2. કૃષિ યુનિ.ના હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં શીત લહેરની આગાહી, તાપમાનનો પારો 8-9 ડિગ્રીએ પહોંચી શકે

ABOUT THE AUTHOR

...view details