પોલીસને આ ઘટનાની જાણ કરી આત્મ સમર્પણ કરી દીધું રાજકોટઃ "દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર પ્યાર ના રહા" જેવો કિસ્સો રાજકોટમાં બન્યો છે. જેમાં પતિએ પોતાના મિત્ર સાથે પોતાની પત્નીના આડા સંબંધોથી કંટાળીને પત્નીની કરપીણ હત્યા કરી દીધી છે. પતિએ હત્યા બાદ સોશિયલ મીડિયામાં આ ઘટના સંબંધી વીડિયો પોસ્ટ કર્યો અને પોલીસને જાણ કરી આત્મ સમર્પણ કરી દીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પથ્થરથી કરી હત્યાઃ પતિએ પોતાની પત્નીની પથ્થરોના ઘા મારીને હત્યા કરી દીધી છે. પતિએ આ ઘટનાની જાણ પોલીસને કરી આત્મ સમર્પણ કરી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પત્નીના પોતાના મિત્ર સાથે જ આડા સંબંધોથી કંટાળીને પતિએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પરપ્રાંતિય દંપતિઃ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા અંબિકા ટાઉનશીપમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા પરપ્રાંતિય શખ્સ એવા ગુરુપા જીરોલીએ ગઈકાલે મોડી રાતે પોતાની પત્ની પથ્થરોના ઘા મારીને ઘરમાં જ હત્યા કરી હતી. પોતાના મિત્ર અને ધંધાના પાર્ટનર સાથે પત્નીના આડા સંબંધો હોવાના કારણે તેને આ પ્રકારનું કૃત્ય આચર્યું હોવાનું પતિનું રટણ છે.
શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી છે. પત્નીના આડા સંબંધોના કારણે પતિએ તેની હત્યા કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પથ્થરના બ્લોક વડે પત્નીના માથાના ભાગે ઘા મારીને તેની હત્યા નીપજાવવામાં આવી છે. ત્યારબાદ આરોપીએ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને આત્મ સમર્પણ કર્યું હતું. આ પરિવાર મૂળ મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડરની વચ્ચે આવેલા ગામનો છે...બી.જે. ચૌધરી(એસીપી, રાજકોટ)
- Jamnagar Crime : પતિએ પત્નીની હત્યા કરીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો
- છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યા કરી