રાજકોટ:રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં નાના બાળકોથી લઈને યુવાનોનો પણ સમાવેશ થાય છે. જેઓ પોતાની રજા માણવા માટે અહીં આવ્યા હતા. TRP ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનાથી રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કરતા સરકારને સલાહ આપી છે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકો માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કર્યો - Rajkot Game Zone fire incident - RAJKOT GAME ZONE FIRE INCIDENT
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. શહેરના લોકો અને નાના બાળકો પોતાની રજા માણવા આવ્યા હતા. અને TRP ગેમ ઝોનમાં અગમ્ય કારણોસર આગ લાગતા આગની અંદર 28 જેટલા લોકો અને બાળકો આગમાં ભૂંજાઇ ગયા હતા. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કર્યો હતો.Rajkot Game Zone fire incident
Published : May 26, 2024, 1:22 PM IST
રાજ્ય સરકાર દ્વારા સહાય: આ કરુણ ઘટનામાં ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને રાજ્ય સરકાર 4 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ઘટના સ્થળે પહોચીને શોક વ્યક્ત કર્યો હતો અને આ વ્યવસ્થા બદલવાની વાત કરી હતી.
પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કર્યો:મીડિયા સમક્ષ વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ''આ જે ઘટના બની તે રાજકોટના ઇતિહાસમાં ખુબ દુખદ ઘટના ગણાવી શકાય, આ વાતનું દુ:ખ છે. ઘટનાઓ બદલતી રહે છે. પણ આપણે વ્યવસ્થામાં કોઇ બદલાવ નથી કરી શકતા તેનું મોટું દુ:ખ છે. વડોદરામાં તક્ષશિલા કાંડ વડોદરામાં બનેલ હરણી તળાવ કાંડ અને મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો જેમાં આપણે ઘણા લોકોના જીવ ગુમાવ્યા હતા. પરંતુ આજ રાજકોટમાં આજે TRP ગેમ ઝોનમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની ખબર છે. અને ઘણા લોકો હોસ્પિટલમાં પોતાના જીવ માટે લડી રહ્યા છે''.