સુરતઃ રાજકોટ અગ્નિકાંડ બાદ આજે સુરત જિલ્લા કલેકટરે એક અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં શહેરના અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત થયા હતા. જેમાં સુરત પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય, ફાયર, DGVCL એમ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટની દુર્ઘટના બાદ સુરત જિલ્લા કલેકટરે સેફ્ટી સંદર્ભે ઝીરો ટોલેરેન્સની નીતિ માટે આપી સૂચના - Rajkot Game Zone Fire Accident
રાજકોટ અગ્નિકાંડ બાદ આજે સુરત જિલ્લા કલેકટરે એક અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં શહેરના અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત થયા હતા. આ મીટિંગમાં જનતાની સેફ્ટી સંદર્ભે ઝીરો ટોલેરેન્સની નીતિ આપનાવવા માટે સૂચના આપવામાં આવી છે. Rajkot Game Zone Fire Accident Surat District Collector Important Meeting Police Commissioner Muni Commissioner
Published : May 28, 2024, 7:45 PM IST
|Updated : May 28, 2024, 7:54 PM IST
ઝીરો ટોલરન્સ નીતિઃ સુરત શહેરમાં જનતા માટે જોખમી એવા પ્લે ઝોન, મેળા, સર્કસ અને તમામ જાહેર સ્થળ પર ઝીરો ટોલેરાન્સની નીતિથી તપાસ કરવા માટે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ આદેશ આપ્યા છે. આજે સુરત જિલ્લા કલેકટરે અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશ્નર અજયસિંહ ગેહલોત, આરોગ્ય, ફાયર, ડીજીવીસીએલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત જિલ્લા કલેકટરે અત્યાર સુધી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. સાથે સૂચના આપવામાં આવી હતી કે જે લોકો નિયમનું પાલન નથી કરી રહ્યા તેમને પર કાર્યવાહી કરવામાં આવે.
સેફ્ટી ફર્સ્ટઃ સુરત પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોતે જણાવ્યું કે, જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના તમામ SMC ઝોનના અધિકારીઓ, DGVCL તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સ્થળોએ સેફટી માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. અમે અલગ અલગ ટીમો બનાવીને શહેરભરમાં તપાસ હાથ ધરીશું અને જે લોકો નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. રાજકોટ અગ્નિકાંડ બાદ આજે સુરત જિલ્લા કલેકટરે એક અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં શહેરના અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત થયા હતા. જેમાં સુરત પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય, ફાયર, DGVCL એમ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.