ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં ચિફ ફાયર ઓફિસરનું નિવેદન લેવાયું - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારે કડક વલણ અપનાવ્યું છે. અગ્નિકાંડમાં રાજકોટના ચિફ ફાયર ઓફિસરનું નિવેદન લેવામાં આવ્યું છે. ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર અને 2 પોલીસ અધિકારીના ગાંધીનગર ખાતે નિવેદન લેવાયા હોવાની સંભાવના છે. Rajkot Game Zone Fire Accident Chief Fire Officer Statement Recorded Gandhinagar

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 9:59 PM IST

ગાંધીનગરઃ રાજકોટ અગ્નિકાંડની તપાસ સરકાર યુદ્ધના ધોરણે કરી રહી છે. આજે રાજકોટના ચિફ ફાયર ઓફિસરનું નિવેદન લેવામાં આવ્યું છે. ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર અને 2 પોલીસ અધિકારીના ગાંધીનગર ખાતે નિવેદન લેવાયા હોવાની સંભાવના છે. પૂછપરછ બાદ તથ્ય જણાશે તો ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ ચીમકી સીટના વડા સુભાષ ત્રિવેદી આપી છે. એસઆઈટી દ્વારા તપાસની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

તપાસનો ધમધમાટઃ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે SITએ રાજકોટ ફાયર અધિકારીઓની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચિફ ઓફિસર આઈ.વી.ખેરનું નિવેદન લેવાયું છે. તેમજ SITએ પોલીસ અધિકારીઓની પણ પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. ગેમઝોનમાં NOC, ચકાસણી, અધિકારીઓની જવાબદેહી અંગે પૂછપરછ હાથ ધરાઈ હતી. ફાયર અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. SIT તપાસમાં કોઇ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઇ છે. બીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે.

આવતીકાલે પૂછપરછની સંભાવનાઃરાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા એક આઈએએસ અને ૩ આઈપીએસની આવતી કાલે પૂછપરછ થાય તેવી સંભાવના છે. ડીજીપી વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. આજે સવારે પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. 2021 થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે.

હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકઃ રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. બુધવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ તલસ્પર્શી માહિતી રજૂ કરી હતી. આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમ ઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે તેની માહિતી આપી હતી.

પોણા બે કલાક ચાલી બેઠકઃ રાજકોટ અગ્નિ કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટના માટે રચવામાં આવેલી તપાસ સમિતિના વડા સાથે ગૃહ રાજ્ય મંત્રીની બેઠક બુધવારે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા, તપાસ સમિતિના અન્ય સભ્યો હાજર હતા. સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠક પોણા બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં તપાસના વિવિધ પાસા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહમંત્રીને માહિતગાર કરાયાઃ તપાસ સ્ટેટસ, નિવેદન અને કાર્યવાહી અંગે માહિતી આપીએસઆઈટી વડાએ ગૃહ રાજ્ય મંત્રીને બેઠકમાં આપેલી માહિતી અનુસાર ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ તેમજ તપાસ દરમિયાન લેવામાં આવેલા નિવેદન તેમજ નિવેદનને આધારે કરેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં જે જે લોકો તપાસ દરમિયાન સામે આવનારી માહિતીને આધારે જે તે વ્યક્તિ કે અધિકારી નિવેદન લેવા માટે જરૂરી મંજુરી બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

  1. રાજકોટ અગ્નિકાંડમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી સહિત 4ની અટકાયત - Rajkot Game Zone Fire Accident
  2. ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા રાજકોટમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને આપાઈ શ્રધ્ધાંજલિ - Rajkot Fire Incidence

ABOUT THE AUTHOR

...view details