રાજકોટ: સમગ્ર રાજ્ય જ નહિ પરંતુ સમગ્ર દેશમાં જે દુર્ઘટનાથી ચકચાર મચી ગઈ તે એટલે રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ. આ આગ અકસ્માતમાં 27 લોકો ઘડીના છઠ્ઠા ભાગમાં બળીને ભડથું થઈ ગયા છે. આ દુર્ઘટના મામલે સરકાર અને પોલીસે કડક વલણ અપનાવીને સત્વરે કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસે આ ગુનામાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી 4 આરોપી પહેલા જ પકડાઈ ગયા હતા. આજે પોલીસને 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડમાં સફળતા મળી છે.
કુલ 6 વિરુદ્ધ ગુનોઃ પોલીસે આ ગુનામાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી 4 આરોપી પહેલા જ પકડાઈ ગયા હતા. આજે પોલીસને 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડમાં સફળતા મળી છે. ફાયર અધિકારી બી.જે.ઠેબા ને પણ પૂછપરછ માટે બોલાવ્યામાં આવ્યા છે. રાજકોટ PGVCLના ડેપ્યુટી એન્જિનીયરને પણ ક્રાઈમ બ્રાન્ચે હાજર થવા ફરમાન મોકલ્યું છે. એસ.કે.ચૌહાણને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ લેવા માટે ગઈ હતી. PGVCLના અધિકારીના પણ નિવેદન લેવામાં આવશે. રાજકોટ મહા નગર પાલિકાના પૂર્વ TPO સાગઠીયાને પણ પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે.