ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના સોની વેપારી સાથે 2.56 કરોડની ઠગાઈ: આરોપીઓ સોનું લઈને ફરાર, જાણો કેવી રીતે બની આ ઘટના... - RAJKOT CRIME

રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે કારીગર ભાઈઓ રૂ. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ એ-ડીવીઝન પોલીસ મથક
રાજકોટ એ-ડીવીઝન પોલીસ મથક (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 9:29 PM IST

રાજકોટ: રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે કારીગર ભાઈઓ રૂ. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ ગયા છે જે બાદ માલિકે રાજકોટ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3,816.840 ગ્રામ સોનું લઈને છનન થઈ ગયા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોનું લઈને આરોપીઓ ફરાર:બનાવની મળતી વિગત મુજબ રાજકોટના સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલી સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ નાંઢાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 'પશ્ચિમ બંગાળના વતની ગૌરાંગ તરુણ દાસ અને તેનો ભાઈ સૌરભ તરુણ દાસનું તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. જેથી ગૌરાંગ દાસ અને તેનો ભાઈ સૌરભ દાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં. સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા. તે દરમિયાન બન્ને ભાઈઓ ગત તારીખ 4 ઓક્ટોબરથી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. તેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગ દાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતા.

ઉપરાંત તપાસ કરતા ગૌરાંગ દાસ અને સૌરભ દાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ એટલે કે (2,56,12,932) બે કરોડ છપ્પનલાખ બાર હજાર નવસો બત્રીસની કિંમતનું સોનું લઈને ભાગી ગયા હતા તેવું જાણવા માલિકને જાણવા મળ્યું હતુ. આ બન્ને ભાઈઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે. તેમજ આ ઘટના અંગે એ ડીવીઝન પી.આઈ.આર.જી.બારોટે જણાવ્યું હતું કે,'જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

આ પણ વાંચો:

  1. સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટે AMC કરી રહી છે તૈયારીઓ: 24 લાખના ખર્ચે આ થશે સર્વેક્ષણ કામગીરી
  2. દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈને દાંતમાં દુખાવો થતાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details