1100 ગ્રામ ગાંજો પકડાવાનો મામલો રાજકોટ : રાજકોટ જિલ્લાની ધોરાજી પોલીસે બાતમીના આધારે ગાંજા અંગેની રેડ કરી એક કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે ઉપલેટાના એક વ્યક્તિને ઝડપી લીધો છે. જ્યારે આ બાબતમાં ઉપલેટાના જ અન્ય વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
ગાંજો વેચવા આવેલાની બાતમી મળી હતી :ધોરાજી શહેરના રસુલપરા વિસ્તાર નજીક આવેલી હઝરત ગેબનશા બાવાની દરગાહ પાસે ઉપલેટાથી એક વ્યક્તિ પોતાની પાસેના કબજામાં રહેલ ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઇરાદેથી આવી રહ્યો હોય તેવી ચોક્કસ અને ભરોસા પાત્ર બાતમી ધોરાજી સિટી પોલીસને મળી હતી. જેને લઈને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા ગાંજા અંગેની રેડ કરતા ગાંજાનો એક કિલો સો ગ્રામ જેટલો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં આ ગાંજાના જથ્થા સાથે ઉપલેટાના એક વ્યક્તિને ગાંજાનો જથ્થો, એક મોબાઈલ તેમજ મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 26,500 ના મુદ્દામાલ સાથે ઝડપી અને તેમની અટકાયત કરી ધોરાજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો :આ અંગે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતાં જણાવાયું હતું કે, આ અંગેની તપાસ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે. ગોહિલ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. ગાંજાના જથ્થા અંગે અન્ય વ્યક્તિનું નામ પણ ખૂલતાં ધોરાજી સિટી પોલીસે ઝડપાયેલા એક વ્યક્તિ તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.
આ બાબતમાં ઉપલેટાના નદીમશા દિલાવરશા રફાઈ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ બાબતમાં ઉપલેટાના અન્ય એક મોહમદશા હુસેનશા સર્વદિ નામના વ્યક્તિનું પણ નામ ખુલ્યું છે. જેથી આ બંને વ્યક્તિઓ સામે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે નદીમશા દિલાવરશા રફાઈ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મોહમદશા હુસેનશા સર્વદિને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરી આ અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરીને આ વ્યક્તિઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે...પી. કે. ગોહિલ ( પોલીસ સબ ઈન્સ્પેકટર, ધોરાજી સિટી પોલીસ સ્ટેશન )
ઘરમાં ગાંજો વેચતો હતો આરોપી: ધોરાજી પોલીસને પૂર્વ બાદમે મળી હતી કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં રહેતા નદીમશા દિલાવરશા રફાઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઇરાદેથી રાખતો હતો. તેે ધોરાજી શહેરના રસુલપરા વિસ્તારમાં આવેલ હજરત ગેબનશાહ બાવાની દરગાહ પાસે મોટરસાયકલ લઇ આવતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી. જેને લઈને હકીકતના આધારે પોલીસી દ્વારા ટીમ બનાવી રેડ કરી એક કિલો સો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત 11,000 રૂપિયા આપવામાં આવી છે અને સાથે જ તેમની પાસે રહેલ એક મોબાઇલ જેની કિંમત રૂપિયા 500 ગણી અને તેમની પાસે રહેલ મોટરસાયકલ જેની કિંમત 15,000 મળી કુલ રૂપિયા 26,500 નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા વ્યક્તિ તેમજ અન્ય એક વ્યક્તિ સામે N.D.P.S એક્ટની કલમ 8(C), 20-B, (2-B), 29 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
- Navsari News: દિવ્યાંગ હોવાનો ફાયદો ઉઠાવી શોર્ટકટમાં પૈસા કમાવા ગાંજાનો વેપલો કરવાનો નવો કીમિયો
- Surat: કારેલી ગામે ઓરિસ્સાથી ગાંજો લાવી પડીકી બનાવી છૂટક વેચાણ કરતા ઇસમને પોલીસે ઝડપીલીધો