ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: આયુષ્માન કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂ સામે મેડિકલ કાઉન્સિની મોટી કાર્યવાહી, 1 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ - RAJKOT NEWS

આયુષ્માન કૌભાંડ સામે આવ્યા બાદ ડો. હિરેન મશરૂ (Dr. Hiren Mashru) ને સરકારે 6.54 કરોડનો દંડ ફટકાર્યો હતો.

બેબીકેર હોસ્પિટલ અને ડો. હિરેન મશરૂની તસવીર
બેબીકેર હોસ્પિટલ અને ડો. હિરેન મશરૂની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 5:31 PM IST

રાજકોટ: રાજકોટ (Rajkot)ના લક્ષ્મીનગર (Lakshminagar)વિસ્તારમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા ડો. હિરેન મશરૂ (Dr. Hiren Mashru)એ નવજાત બાળકને તપાસ કરવા માટે લઈ જવાય એટલે સ્વસ્થ બાળકને પણ ગંભીર હાલત છે. તેવા નકલી રિપોર્ટ બનાવી ખોટી રીતે દાખલ કરાતા હતા. આયુષ્માન કાર્ડ કઢાવી તેની કરોડોની આવક મેળવાતી હતી. આ કૌભાંડનો પર્દાફાશ થતા સરકારે તપાસ કરીને 6.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. હવે આ ડોક્ટરનું લાઈસન્સ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

બાળકોને ખોટી રીતે દાખલ કરીને આયુષ્માન કાર્ડથી પૈસા પડાવતા
બનાવની મળતી વિગત મુજબ, રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા ડો. હિરેન મશરૂએ નવજાત બાળકને તપાસ કરવા માટે લઈ જવાય એટલે સ્વસ્થ બાળકને પણ ગંભીર હાલત છે તેવા નકલી રિપોર્ટ બનાવી ખોટી રીતે દાખલ કરાતા હતા. આયુષ્માન કાર્ડ કઢાવી તેની કરોડોની આવક મેળવાતી હતી. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ સરકારે તપાસ કરીને 6.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. સરકારે આ રિપોર્ટ તેમણે ગુજરાત મેડિકલ કાઉન્સિલને આપતા કાઉન્સિલે એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

મેડિકલ કાઉન્સિલે લાઈસન્સ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું
ગુજરાત મેડિકલ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ડો. હિરેન મશરૂએ કરેલા કૌભાંડની તપાસ રિપોર્ટ અને અન્ય કાગળો ચેક કરતા જેને આધારે નિર્ણય લેવાયો હતો કે તેમનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાશે. ડો.હિરેન મશરૂએ પોતાની ડિગ્રી મેડિકલ કાઉન્સિલમાં જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ તે પોતાની જાતને ડોક્ટર ગણાવી શકશે નહીં. તેમજ પોતાની નેમ પ્લેટમાં ડોક્ટર લખાવી પણ શકશે નહીં.

60 દિવસમાં મેડિકલ લાઈસન્સ જમા કરાવવા આદેશ
તો ગુજરાત મેડિકલ કાઉન્સિલએ કરેલા હુકમમાં મશરૂને 60 દિવસ આપવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તેણે પોતાના હોસ્પિટલના તમામ વહીવટ પૂર્ણ કરી, તમામ દર્દીઓને સારવારની વ્યવસ્થા કરવાની રહેશે. ત્યારબાદ 21 ડિસેમ્બર 2024 સુધીમાં પોતાની ડિગ્રી કાઉન્સિલને સબમિટ કરવાની રહેશે. આ ડિગ્રી તેમને 22 ડિસેમ્બર 2025માં પરત આપવામાં આવશે.

આ પણ વાંચો:

  1. રાજસ્થાનમાં દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના મોત, એક મહિલા ઈજાગ્રસ્ત
  2. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓએ કરી આડોળાઇ, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details