રાજકોટ: રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે, જેમાં અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થઇ રહ્યા છે. આ વરસાદમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકાના વેજાગામમાં વરસતા વરસાદની વચ્ચે વૃક્ષ પર વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગોંડલ પંથકમાં પડેલા વરસાદની સાથે વીજળી પડવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે (Etv Bharat Gujarat) વીજળીના ચમકારા કેમરામાં થયા કેદ: ગોંડલ તાલુકાના વેજાગામના શંકર ભગવાનના મંદિર પાસે આવેલા પીપળાના વૃક્ષ પર વરસતા વરસાદમાં વીજળી પડી હતી. આ અંગે વેજાગામ સરપંચના પ્રતિનિધિ જીતુભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, બપોર બાદ આશરે 4 વાગ્યાની આસપાસ વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પીપળાનું વૃક્ષ સામાન્ય એવું બળ્યું પણ છે. નજીકમાં નદી હોવાથી નદીમાં વીજળી પડી હોવાનું અનુમાન છે. વધુમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ વેજાગામની નદીમાં વરસાદના કારણે પુર જોવા મળ્યું હતું.
જસદણના સાણથલી ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો (Etv Bharat Gujarat) જાણો રાજકોટના કયા વિસ્તરોમાં વરસ્યો વરસાદ: જસદણના સાણથલી ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આટકોટ, ગરણી, પાંચવડા, જીવાપર, ગુંદાળા જંગવડ, સાણથલી, વીરનગર ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં છે. જસદણ તાલુકાના સાણથલી નદીમાં હાલ પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાણથલી નદીમાં પુર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આટકોટ જંગવડ સહિત વિસ્તારોમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો પરંતુ પંથકમાં સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે ગોંડલ તાલુકાના નાગડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ગુંદાળા અનીડા ભાલોડી, ભુણાવા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ છે. બીજી તરફ જસદણ ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
જસદણના સાણથલી ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો (Etv Bharat Gujarat) વરસાદી વાતાવરણ અંગેની જાહેરાત:ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વરસાદી વાતાવરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતા તડકા અને અસહ્ય ઉકડાટ અને બફારો લોકો સહન કરી રહ્યા હતા,ત્યારે રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેને લઇને જગતના તાત એવા ધરતી પુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
- દરિયા કિનારે સ્ટંટ કરવા ભારે પડયા, બે થાર દરિયામાં ફસાઈ, પોલીસે નોંધ્યો ગુનો - thar cars got stuck at beach
- જુનાગઢમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં નવી આશાનો સંચાર - JUNAGADH RAIN