દાહોદ: ભારત જોડો ન્યાય યાત્રા’ની 14 જાન્યુઆરી 2024થી મણીપુરથી શરૂઆત થઈ હતી. આ યાત્રા 60થી વધુ દિવસોમાં 6700 કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના 110 જીલ્લાઓ, 15 રાજ્યોને આવરી લેશે. જે અંતર્ગત આજે બપોરે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે યાત્રા પ્રવેશ કરશે.
અનેક મંદિરોની લેશે મુલાકાત:ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં ૪ દિવસમાં 7 જીલ્લાઓમાં 400થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન 6 પબ્લીક મીટીંગ, 27 કોર્નર મીટીંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષ કાર્યક્રમોનું આયોજન:ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતની અસ્મિતા ઓળખ સમાન રાસના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતમાં જમીન ગુમાવનારા આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.
ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય મળી રહે તે માટે માંગ કરશે.
- Bharat jodo nyay yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે ગુજરાત, જાણો યાત્રાની સંપૂર્ણ વિગત...
- Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત