સક્કરબાગ ઝૂ ઓથોરિટી દ્વારા કરાઇ વિશેષ વ્યવસ્થા (etv bharat gujarat) જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. જેને કારણે એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓ સહિત અન્ય જીવજંતુઓને આકરી ગરમીમાંથી બચાવવા માટે ઝૂ પ્રશાસન દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે ગરમીના આ દિવસો દરમિયાન પશુ-પક્ષી કે પ્રાણીઓને સૌથી ઓછા પ્રમાણમાં ગરમી લાગે અને તેના આરોગ્યને બચાવી શકાય તેવી વ્યવસ્થા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગોઠવવામાં આવી છે.
સમગ્ર પાંજરાને ભેજવાળું અને ઠંડુ રાખવાનું પ્રયાસ કરાયો (etv bharat gujarat) સક્કરબાગના પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા: એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પશુ-પક્ષી અને અન્ય પ્રાણીઓને આકરી ગરમીમાંથી બચાવવા માટે ઝૂ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેનાથી પ્રાણીસંગ્રહાલયમાં રહેલા પશુઓ અને પક્ષીઓને ગરમીમાંથી રાહત મળી શકશે. આકરી ગરમીમાં પશુ-પક્ષીઓની હાલત ખૂબ જ ખરાબ થઇ જતી હોય છે. આવા દિવસો દરમિયાન ગરમી અને લૂનું પ્રમાણ ઓછું રહે તે માટે તમામ પાંજરાઓને નેટથી ઢાંકીને લૂના પ્રમાણને ઓછું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વધુમાં આ દિવસો દરમિયાન પશુ કે પક્ષીને ગરમીને અનુકૂળ આવે તે પ્રકારનો ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય તમામ પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કોઈપણ સમયે પશુ કે પક્ષી આકરી ગરમીમાંથી રાહત મેળવી શકે છે.
તમામ પાંજરાઓને નેટથી ઢાંકીને લૂના પ્રમાણને ઓછું કરવાના પ્રયાસો (etv bharat gujarat) બરફ અને કુલરની વ્યવસ્થા: ગરમીના દિવસો દરમિયાન તમામ પાંજરાઓમાં પાણીના નાના નાના ખાબોચિયાઓ દિવસ દરમિયાન સંપૂર્ણપણે ભરેલા રાખવામાં આવે છે. તેની સાથે પક્ષીઓના પાંજરામાં ખાસ પાણીના ફોગર અને ફુવારા દ્વારા સમગ્ર પાંજરાને ભેજવાળું અને ઠંડુ રાખવાનું પ્રયાસ કરાયો છે કેટલાક પશુ અને પ્રાણીના પાંજરાઓમાં બરફ પણ મૂકવામાં આવે છે. જેના દ્વારા પશુ-પક્ષીઓ આકરી ગરમીમાંથી પોતાની જાતને ઠંડી રાખી શકે છે.
પાંજરાઓને ઠંડુ કરવાના પ્રયાસો કરાયા (etv bharat gujarat) ખોરાકમાં કરવામાં આવે છે ફેરફાર:ઉનાળાના દિવસો દરમિયાન પશુ-પક્ષીઓ અને પ્રાણીના ખોરાકમાં ગરમીની ઋતુને ધ્યાને રાખીને પણ ફેરફાર કરવામાં આવે છે. આવા દિવસો દરમિયાન કોઈ પણ પશુ કે પક્ષી ગરમીથી રક્ષણ મેળવી શકે તે પ્રકારનો અનુકૂળ ખોરાક તેને આપવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓને દિવસ દરમિયાન લીલો ઘાસચારો અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપીને તેમને પણ આકરી ગરમીમાંથી મુક્તિ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
- સોનાની બુટી અને ચેઈન માટે 19 વર્ષિય યુવકે વૃદ્ધાનું ગળુ કાપીને કરી હત્યા, વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર - Robbery with murder in Vadodra
- યુવતીએ લગ્નની ના પાડી તો ઇન્સ્ટા મિત્રએ ગ્રીષ્માની જેમ હત્યા કરવાની ધમકી આપી - SURAT CRIME