ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું: સ્પાના મેનેજરની અટકાયત, માલિક ફરાર - BANASKANTHA POLICE

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. થરાદ પોલીસે બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

Updated : 1 hours ago

બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના થરાદમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાનો ગોરખધંધો વધુ એક વખત ઉજાગર થયો છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા સ્પા બંધ કરાવવા માટે અનેકવાર સ્થાનિક લેવલેથી ફરિયાદો પણ થઈ છે.

ડમી ગ્રાહક મોકલી પોલીસે પાડી રેડ:ગુરૂવારના રોજ થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદ ચાર રસ્તા પાસે સ્પાની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે થરાદ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એમ ચાવડા તથા પોલીસ સ્ટાફે થરાદ ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં બીજા માળે ચેમ્પિયન સ્પામાં રેડ પાડી હતી. પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો.

થરાદ ચાર રસ્તા પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું (Etv Bharat Gujarat)

આંતરરાજ્યની યુવતીઓ પાસે કરાવાતો દેહ વ્યાપાર

પોલીસ રેડ દરમિયાન સ્પામાં દેહ વેપાર માટે આંતરરાજ્યમાંથી ભાડેથી લાવેલી યુવતીઓ મળી આવી હતી. જેમની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ તમામ યુવતીઓને પૈસાની લાલચ આપી બહારથી લાવવામાં આવી હતી. પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ ગ્રાહકો પાસેથી પૈસા લઈ અને સ્પાની આડમાં આર્થિક લાભ માટે દેહવિક્રિયની પ્રવૃત્તિ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

સ્પાના મેનેજર રામારામ ચૌધરી, થરાદના ઠાકરશીભાઈ ભીલની અટકાયત (Etv Bharat Gujarat)

સ્પાના મેનેજર સહિત 2 ની અટકાયત

હાલ આ મામલે થરાદ પોલીસે રેડ દરમિયાન રાજસ્થાનના બાલોતરાના રહેવાસી અને સ્પાના મેનેજર રામારામ ચૌધરી, થરાદના ઠાકરશીભાઈ ભીલની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનના બાલોતરાના રહેવાસી અને સ્પાના માલિક યુવરાજસિંહ ભાટી સ્થળ પર હાજર ન હોવાથી તેમને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

  1. રાજકોટનો કોલેજીયન મોજમજા કરવા ઉંધા રવાડે ચડ્યો, કારકિર્દીમાં લાગ્યું કલંક
  2. પાટીદાર દીકરીની પડખે આવ્યું બનાસકાંઠા, જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માંગ
Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details