ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા (ETV Bharat Reporter) ડાંગ :કેરળમાં વરસાદના આગમનની સાથે દેશમાં વિધિવત ચોમાસું શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના દક્ષિણનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ જતા છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. દંડકારણ્ય વનપ્રદેશ ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત આજુબાજુના ગામડાઓમાં ગરમીનાં બફારા બાદ વરસાદ વરસ્યો છે.
ડાંગમાં મેઘરાજાની પધરામણી :ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાપુતારા સહિતના તળેટી વિસ્તારમાં વરસાદ, સુબીર તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી. જ્યારે વઘઈ-આહવા-સુબીરમાં ભારે પવન ફૂંકાયો હતો. દેશમાં ચોમાસુ બેસી ગયું છે. જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.
અસહ્ય બફારા બાદ વરસાદ :જિલ્લામાં પણ બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ રાજ્યના એકમાત્ર હવા-ખાવાના સ્થળ સાપુતારા સહિતના તળેટીય વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી. ડાંગ જિલ્લામાં પાણીના અભાવે લોકોનું જીવન દયનીય બન્યું હતું. સાથે જ વધતા તાપમાને અસહ્ય બફારા સર્જ્યો હતો. હવે એકાએક આહવા, વઘઇ, સુબીર અને સાપુતારા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ :વાદળ છવાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. મેઘરાજાના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂનથી સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસું થશે.
જનતાની સુરક્ષા જોગ જાહેરનામું :ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં નદીનાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ જોખમી રીતે વાહન પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ તેમજ પ્રજાજનોની સલામતી માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી જ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા હેતુ સેલ્ફી જેવા અશિસ્ત કાર્યો કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
- ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખાસ ખબર, ક્યાં કેવો રહેશે વરસાદ !
- ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસેલા વરસાદે તારાજી સર્જીMonsoon 2024