ગાંધીનગર: લોકસભાની ચૂંટણી લઈને ભાજપમાં ધમધમાટ શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. બુધવારે તેમણે ડીસા અને સાબરકાંઠામાં જંગી જનસભા સંબોધી હતી. આ બંને જનસભાનુ સંબોધન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ગાંધીનગર કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન આવવાના હોવાથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડોગ સ્ક્વૉર્ડની ટીમ સુરક્ષા માટે આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી - PM modi in gujarat - PM MODI IN GUJARAT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. મોદી ચૂંટણીના માહોલ વચ્ચે અચાનક ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે કમલમ ખાતે ચૂંટણીમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મોદીએ ભાજપ કાર્યકરોની કામગીરીની પ્રશંસા કરી હતી. કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નરેન્દ્ર મોદી સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.
Published : May 2, 2024, 6:46 AM IST
|Updated : May 2, 2024, 7:33 AM IST
પદાધિકારીઓની કામગીરીની પીએમ મોદીએ પ્રશંસા કરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મીડિયા સંયોજક યમલ વ્યાસ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા અને કમલમ ખાતે કામ કરી રહેલા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ચૂંટણીમાં કામ કરી રહેલા ભાજપના પદાધિકારીઓની કામગીરીની પીએમ મોદીએ પ્રશંસા કરી હતી.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમનું વડાપ્રધાન મોદીએ નિર્માણ કરાવ્યું: સમગ્ર ઘટના અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, પીએમ મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં બે જાહેર સભાઓ કરી છે. ખૂબ સરસ સભા રહી છે. લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પાંચ પાંચ કલાક સુધી તડકામાં બેસી રહ્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમનું વડાપ્રધાન મોદીએ નિર્માણ કરાવ્યું હતું. કાર્યકર્તાઓને મળવાના હેતુ સાથે તેઓ આજે કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે વિવિધ ટીમમાં કામ કરતા લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ સાથે મોદીએ મુલાકાત કરી હતી. તેમના સમયમાં તેઓ કેવી રીતે કામ કરતા હતા અને જુના લોકોને પણ તેમને યાદ કર્યા હતા. કાર્યકર્તાઓને ચૂંટણીમાં કામ કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખુદ કમલમ ખાતે આવે છે. ત્યારે પાર્ટીનું અને પાર્ટીના કાર્યકર્તાઓનું મહત્વ વધી જાય છે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ટીમને કામ કરતી જોઈને તેમણે પ્રશંસા કરી હતી.