જૂનાગઢના યુસુફખાનનું અમૂલ્ય ટપાલ ટિકિટ કલેક્શન જૂનાગઢ :22 જાન્યુઆરી, સોમવારના રોજ પાંચ હજાર વર્ષ પૂર્વેના સનાતન ધર્મનો ઇતિહાસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે પુનર્જીવિત થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને સિક્કા દેશવાસીઓને સમર્પણ કર્યા છે. જોકે આવી પહેલ આફ્રિકા અને થાઈલેન્ડ જેવા દેશોમાં વર્ષો પૂર્વે થઈ હતી. વિશ્વભરના દેશોમાં ભારતના મહત્વને દર્શાવતો અમૂલ્ય ખજાનો જૂનાગઢના યુસુફખાન તુર્ક પાસે સચવાયેલો છે.
વિદેશમાં સનાતન ધર્મની ખ્યાતિ :હિન્દુ દેવી-દેવતાઓને થાઈલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના દેશોએ વિશેષ મહત્વ આપીને સનાતન ધર્મના ઈતિહાસને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કામ કર્યું છે. એક સમયે વિશ્વમાં એક માત્ર હિન્દુ રાષ્ટ્ર ગણાતા નેપાળમાં પણ આ પ્રકારે ભગવાન રામ ટપાલ ટિકિટ પર અનેક વખત અંકિત થયા છે. રામાયણ અને મહાભારતના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી ટપાલ ટિકિટનો ભારત સહિત વિદેશોમાં પણ પ્રકાશિત થઈ છે. ભગવાન રામ સહિત હિન્દુ દેવી-દેવતાઓને ટપાલ ટિકિટમાં સ્થાન આપવામાં આફ્રિકા અને થાઈલેન્ડ જેવા દેશો મોખરે જોવા મળે છે.
બેજોડ ભારતીય ઈતિહાસ : 13 ઓગસ્ટ 1969 માં ઇંગ્લેન્ડ દ્વારા એક જ દિવસ માટે ફર્સ્ટ ડે કવર પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં મહાત્મા ગાંધીની સાથે ભગવાન વિષ્ણુને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. ટપાલ વિભાગ દ્વારા મીનીસ્ચયર પ્રસિદ્ધ કરાય છે, જેમાં રામના વિવિધ જીવન પ્રસંગોને ઉજાગર કરતી મીનીસ્ચયર 2017 માં બહાર પાડી હતી. આ સિવાય ટપાલ ટિકિટમાં ગીતા-ગોવિંદને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતનો ધાર્મિક અને રાજકીય ઇતિહાસ સમગ્ર વિશ્વમાં બેજોડ હોવાનો પુરાવો છે કે, વિદેશોની ટપાલ ટિકિટમાં ભારતના ધાર્મિક ઈતિહાસ અને મહાત્મા ગાંધીને સ્થાન આપવામાં આવ્યું છે.
ટપાલ ટિકિટ સંગ્રહકાર યુસુફખાન તુર્ક :જૂનાગઢના યુસુફ ખાન તુર્ક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી ટપાલ ટિકિટ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે, જેની શરૂઆત કેરીથી થઈ હતી. યુસુફ ખાનને કેરી અતિપ્રિય છે. એકવાર તેમણે કેરીની ટપાલ ટિકિટ જોઈને અને આમ અમૂલ્ય ટપાલ ટિકિટ સંગ્રહનું બીજ રોપાયું હતું. ટપાલ સંગ્રહની 40 વર્ષની આ સફર કેરીથી શરૂ થઈ, જે આજે વિશ્વના અનેક નામી-અનામી પ્રસંગો, ધાર્મિક, રાજકીય નેતાઓ અને દેવી-દેવતાઓને કાયમી યાદગીરી રૂપે ટપાલ ટિકિટના માધ્યમથી વિશ્વનો વારસો સાચવી રહ્યા છે. યુસુફ ખાન પ્રસંગોપાત આ વારસાને લોકો સમક્ષ મૂકવાનું સદભાગ્ય પણ મેળવી રહ્યા છે.
- પ્રભુ રામના જીવન પ્રસંગોને ઉજાગર કરતો સંગ્રહ, અકબરે બહાર પાડ્યો હતો રામનામનો સિક્કો
- Vintage Camera Collection : કચ્છના યુવા ફોટોગ્રાફરનો ગજબ શોખ, 100થી વધુ વિન્ટેજ કેમેરાનો સંગ્રહ