ભાવનગર: ભાવનગર લોકસભા બેઠક પર થયેલા મતદાન બાદ આજે 4 જૂનના રોજ વહેલી સવારથી જ મતગણતરીને લઈને સંપૂર્ણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાવનગર બેઠક પર 52 થી 56 ટકાની વચ્ચે મતદાન થયું છે, ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા મતદાન વચ્ચે આજે વહેલી સવારે આઠ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થવાનો છે.
ભાવનગર બેઠક પર મતગણતરી શરૂ, બપોરના 1 કલાક સુધીમાં ગણતરી પૂર્ણ - lok sabha election results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
ભાવનગર લોકસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજકિય પક્ષોના એજન્ટો પહેલેથી જ ત્યાં પહોચી ગયા છે. ETV BHARAT સાથે એજન્ટ સ્વરૂપે આવેલા ભાજપ પ્રમુખે ખાસ વાતચીત કરી હતી. જુઓ...,counting of votes on Bhavnagar Lok Sabha seat has started
Published : Jun 4, 2024, 9:24 AM IST
|Updated : Jun 5, 2024, 6:33 PM IST
મતદાન પ્રક્રિયાનો પ્રારંભ વહેલી સવારથી:ભાવનગર લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગરની ઇજનેરી કોલેજ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઠ વાગ્યાથી જ મત ગણતરીની શરુઆત થવાની છે, ત્યારે રાજકીય પક્ષોના એજન્ટો અને સરકારી કર્મચારીઓ પહેલેથી જ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. ભાવનગરના બીપીટીઆઇના મુખ્ય માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. આશા છે કે બપોરના એક કલાક સુધીમાં મતગણતરી પૂર્ણ થશે.