ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 7:09 AM IST

ETV Bharat / state

સુનિતા વિલિયમ્સ માટે માદરે વતનમાં પ્રાર્થના, ઝુલાસણમાં લોકોએ કરી પૂજા-અર્ચના - astronaut Sunita Williams

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના વતન એવા મહેસાણાના ઝુલાસણ ગામે સમગ્ર ગ્રામજનો પૂજન અર્ચન કરી સુનિતા વિલિયમ્સ સહી સલામત પરત ફરે તેની પ્રાર્થના કરી રહ્યા છે. astronaut Sunita Williams

સુનિતા વિલિયમ્સ માટે માદરે વતનમાં પ્રાર્થના
સુનિતા વિલિયમ્સ માટે માદરે વતનમાં પ્રાર્થના (Etv Bharat Gujarat)

સુનિતા વિલિયમ્સ માટે દોલા માતાજીના મંદિરે ઝુલાસણવાસીઓએ કરી પ્રાર્થના (Etv Bharat Gujarat)

મહેસાણા: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પોતાનું અવકાશ મિશન સફળતાપૂર્વક પાર પાડીને સુરક્ષીત પરત ફરે તે માટે તેમના માદરે વતનમાં લોકોએ પ્રાર્થના શરૂ કરી છે. સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ગઈકાલે શુક્રવારે આખો દિવસ લોકોએ પૂજા અર્ચના અને ભજન કરી શ્રી દોલા માતાજીના મંદિરે તેમના માટે પ્રાર્થના કરી હતી.

અમેરિકામાં રહેતા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત સ્પેસ મિશનમાં ગયા છે. અવકાશમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ અટવાયા છે. જેથી તેમના વતન ઝુલાસણ ખાતે દોલા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના-ધૂન કરીને તેમના માટે પાર્થના કરી રહ્યાં છે. નાસા (U.S.A.) ના Commercial Crew Program (CCP) અંતર્ગત સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા છે.

મહત્વપૂર્ણ છે કે, NASAના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મહેસાણાના ઝુલાસણના રહેવાશી છે તેમના પિતાનું સ્વ.ડૉ.દિપકભાઈ લાભશંકર પંડયા હતું. સુનિતા વિલિયમ્સ. તા. ૫ મી જૂનના રોજ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટ (CST-100) દ્વારા ત્રીજી વખત અવકાશમાં સ્થિત ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન (ISS) પર જવા માટે રવાના થયાં હતાં.

૭ મી જૂન ૨૦૨૪ ના રોજ તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે પ્રસ્થાનના ૨૬ કલાક પછી મીશન એક્સપિડિશન ૭૧ ના ભાગરૂપે પહોંચ્યા હતા. પ્રસ્થાનના પરીક્ષણ વખતે જ હિલીયમગેસ લીક અને ધીમી ગતિએ ચાલતા પ્રોપેલન્ટ વાલ્વની નિષ્ફળતાઓ સામે આવી હતી . સ્પેસ ક્રાફ્ટની પૃથ્વી પર પરત આવવાની સંભવિત તારીખ ૧૪ જૂન ૨૦૨૪ હતી પરંતુ પછી ૨૬ જૂન ૨૦૨૪ નક્કી કરવામાં આવી હતી. જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર, સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ - Sunita Williams in Starliner

ABOUT THE AUTHOR

...view details