ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં તસ્કરોનો ત્રાસ, જાત્રાએ ગયેલ પરિવારના ઘરે ચોરી - Porbandar theft case - PORBANDAR THEFT CASE

ગુજરાતનાં પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો દ્વારા થતી ચોરીના કેસો સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં ચાર ધામ યાત્રા પર ગયેલા પરિવારના ઘરે ચોરી થયાનો નવો કેસ સામે આવ્યો છે. શું છે સંપૂર્ણ બાબત જાણો આ અહેવાલમાં. Porbandar theft case

પોરબંદરમાં તસ્કરોનો ત્રાસ
પોરબંદરમાં તસ્કરોનો ત્રાસ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 8:11 PM IST

પોરબંદર:જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમ પણ તસ્કરો દ્વારા થતી ચોરીના બનાવો અવાર નવાર જોવા મળે છે. હાલમાં જ પોરબંદરના લક્ષ્મીનગરના ગરમી ચોક પાસે રહેતો એક પરિવાર ચારધામની જાત્રામાં ગયા હતા, તે દરમિયાન પાછળથી તસ્કરોએ ઘરમાંથી 35,000ની રોકડ તથા છ તોલા દાગીનાની ચોરી કરી હતી.

જાત્રાએ ગયેલ પરિવારના ઘરે ચોરી (etv bharat gujarat)

ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત હતો: પોરબંદરના પ્રાગજીબાપા આશ્રમ પાસે આવેલ લક્ષ્મીનગરના ગરબીચોક પાસે રહેતા નિલેશભાઈ સુખડિયા તેના પરિવાર સાથે ચારધામની યાત્રા માટે ગત 4મેના રોજ ગયા હતા. જાત્રા પૂર્ણ કરી જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જાણ થઈ કે તેમના ઘરમાં તસ્કરો દ્વારા ચોરી થઈ છે. આ ચોરોએ ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. ત્યારબાદ નિલેશભાઈ સુખડિયાએ તરત જ પોલીસમાં આ બનાવ વિશે ફરિયાદ નોંધાવી હતી.

તસ્કરોને પહેલીથી જ ખ્યાલ હતો: મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ તસ્કરોને પહેલીથી જ ખ્યાલ હતો કે નિલેશભાઈ સુખડિયા ચારધામની યાત્રામાં ગયા છે. ઉપરાંત એવી પણ અટકળો થઈ રહી છે કે ખૂબ લાંબા સમય સુધી મકાનમાં તાળું લાગેલ હોવાથી તસ્કરો ઘરની રેકી કરી ઘરમાં ચોરી કરી છે. પોલીસ વિભાગ દ્વારા હાલ તસ્કરોને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી, સિસિટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્ટની મદદથી કામગીરી હાથ ધરી છે.

લોકો દ્વારા તાત્કાલિક એક્શન લેવાની માંગ: હાલ પોરબંદર જિલ્લામાં તસ્કરો દ્વારા થઈ રહેલી ચોરીના બનાવને પરિણામે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. અને સીસીટીવીની મદદથી ચોરને પકડવાની કામગીરી હાથે ધરાઇ છે. જો કે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

  1. વડોદરામાં SOGની ટીમે પાડયા દરોડા, 50 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે 2 ઈસમોને ઝડપ્યાં - Raids conducted by SOG team
  2. ભાવનગરમાં ગરમી વધતાં આગના બનાવમાં વધારો - bhavnagar fire cases

ABOUT THE AUTHOR

...view details