પોરબંદર: છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદર શહેર આજે પાણી પાણી થઈ ગયું છે. પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા અનેક સ્થળોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે.
પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, લગભગ 74 લોકોને બચાવાયા - porbandar rainfall update
રાજ્યમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે હાલ વિરામ લીધો છે. ત્યારે રાજ્યના અમુક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે., Indian Coast Guard in Porbandar
Published : Aug 30, 2024, 10:32 AM IST
બચાવ કામગીરી શરુ:ગુજરાત રાજ્યમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને પહોંચી વળવા ભારતીય કોસ્ટ ગાર્ડ હંમેશા તૈયાર હોય છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં અને જમીન બંનેમાં કિંમતી જીવોને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયામાં ફસાયેલા અસરગ્રસ્ત લોકોને અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 29 ઓગસ્ટ 2024 ની સવારે ALH હેલિકોપ્ટર ફિશિંગ બોટ 'દોસ્તાના' પરના 04 ક્રૂને બચાવ્યા હતા જે દ્વારકાના 30 કિમી દરિયાના પાણીમાં દૂર અસ્વસ્થ સ્થિતિમાં ફસાયેલી હતી.
વધુમાં, બેક ટુ બેક હેલિકોપ્ટર ઓપરેશનમાં 05 મહિલાઓ અને 02 બાળકો સહિત અન્ય 24 લોકોને થેપાડા અને કુતિયાણા ગામોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો ધાબા પર ફસાયેલા હતા, ત્યારે કેટલાક નાગરિકોએ સલામતી માટે થાંભલાઓને પણ પકડી રાખ્યા હતા.
- નોંધનીય છે કે 28 અને 29 ઓગસ્ટ 2024 ની વચ્ચે કુલ 57 ફસાયેલા લોકો અને 17 માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સલામત ઝોનમાં ખસેડવામાં આવ્યા છે.
- આ મિશન ભારતીય કોસ્ટ ગાર્ડના 'વી પ્રોટેક્ટ'ના સૂત્રનું પ્રમાણ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ જાગ્રત રહે છે અને જીવન બચાવવા માટે કોઈપણ કટોકટીનો જવાબ આપવા માટે તૈયાર છે.